Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદથી 6 લાખના દાડમ ભરેલી ટ્રક ગાયબ:ગોરખપુર પહોંચાડવાના 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગુમ, માલિક-ચાલકે ફોન બંધ કર્યા

    8 hours ago

    હળવદથી ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલાયેલા 6 લાખ રૂપિયાના 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગાયબ થઈ ગયો છે. આ ઘટનાથી વેપારીઓમાં ચર્ચા જાગી છે. ઓનલાઈન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન દ્વારા ભાડે રાખેલી ટ્રકના માલિક અને ચાલકે દાડમનો જથ્થો નક્કી કરેલી જગ્યાએ પહોંચાડ્યો નથી, તેવો આરોપ છે. આ મામલે કચ્છ જિલ્લાના ભુજમાં રહેતા ટ્રાન્સપોર્ટના વેપારી બલ્કારસિંગ ગુરૂમુખસિંગ ભટ્ટી (ઉંમર 50)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પવન કુમાર વિનોદકુમાર બાજપાઈ અને ટ્રક ચાલક મુકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 6 લાખ રૂપિયાના 12 ટન દાડમ પવન કુમાર વિનોદકુમાર બાજપાઈની ટ્રક (નંબર UP-78-JN-5955)માં ભરવામાં આવ્યા હતા. આ દાડમનો જથ્થો ઉત્તર પ્રદેશના ગોરખપુરના સીકીગંજમાં આવેલી રેઇન ફ્રુટ કંપનીમાં પહોંચાડવાનો હતો. પરંતુ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટરે દાડમનો જથ્થો નક્કી કરેલી જગ્યાએ પહોંચાડ્યો નહીં. પછી બંનેએ પોતાના ફોન બંધ કરી દીધા. આથી ફરિયાદીએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દાડમનો જથ્થો ક્યાં ગયો, ટ્રક ક્યાં છે અને આ ઘટનામાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી, મોદીના જન્મદિને ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે:જન્મભૂમિ વડનગર-કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે બાઈક સેવા યાત્રા; વિશ્વ ઉમિયાધામ હજારો દીવાથી ઝળહળી ઉઠ્યું
    Next Article
    મોરબીમાં દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો:એસઓજી ટીમે પીપળીયા ચાર રસ્તા પાસેથી 5 હજારનો તમંચો જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment