Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી, મોદીના જન્મદિને ઘરે-ઘરે દીવા પ્રગટાવાશે:જન્મભૂમિ વડનગર-કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે બાઈક સેવા યાત્રા; વિશ્વ ઉમિયાધામ હજારો દીવાથી ઝળહળી ઉઠ્યું

    11 hours ago

    વડનગરના પનોતા પુત્ર અને ‎દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં ‎‎જન્મદિવસ નિમિત્તે વડનગરમાં ‎આજથી બે દિવસીય જન્મોત્સવની ‎‎ભવ્ય ઉજવણીનો પ્રારંભ થશે. ‎‎વડાપ્રધાનની 25 વર્ષની સેવા અને ‎‎સમર્પણ યાત્રાની ઉજવણીના ‎‎ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ‎વડનગરમાં વિવિધ કાર્યક્રમોનું ‎આયોજન કરવામાં આવ્યું છે. ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ચાર અલગ-અલગ પવિત્ર ‎સ્થળેથી બાઇક યાત્રાઓ બુધવારે ‎વડનગર પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ‎આવતી પવિત્ર નદીઓનું જળ ‎કળશમાં એકત્ર કરી ‎ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા‎ બાદ હાટકેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ‎હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કર્યો હતો. ‎જળાભિષેક બાદ શર્મિષ્ઠા તળાવ ‎ખાતે ભવ્ય આરતી સાથે સાંસ્કૃતિક ‎કાર્યક્રમ યોજાયો હતો. ‘સેવા સંકલ્પ’ના સંદેશ સાથે ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎યોજાનારા કાર્યક્રમોમાં મોટી‎ સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જન્મોત્સવના ‎કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી, ‎મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ‎નેતાઓ, સાધુ-સંતો તથા મોટી ‎સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. રાત્રે વડ‎નગરમાં રોશની પણ કરાઈ હતી. ઉપરાંત ‎રક્તદાન કેમ્પ તેમજ સફાઈ ‎સહિતના કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન‎ નાગરિકોને પોતાના ઘરે ‘એક દીવડો’ પ્રગટાવી વડાપ્રધાન પ્રત્યે પ્રેમ,‎ સન્માન અને શુભેચ્છા વ્યક્ત કરવા અપીલ કરાઈ છે. ઉપરાંત રક્તદાન‎કેમ્પ સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાશે. મંદિરોમાં વિશેષ પૂજા-‎અર્ચના કરાશે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિ પહેલાં દિવાળી જેવો માહોલ જામ્યો છે. વડનગર અને વારાણસી બંને સ્થળેથી એકસાથે બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થશે આજે સવારે 9:30 વાગ્યે વડાપ્રધાન મોદીના જન્મદિને તેમની જન્મભૂમિ વડનગર અને કર્મભૂમિ વારાણસી બંને સ્થળેથી એકસાથે, બે અલગ-અલગ દિશામાં બાઈક સેવા યાત્રાનો પ્રારંભ થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુપ્રિયા પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના પ્રદેશ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તે જ સમયે વારાણસીથી શરૂ થનારી યાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મોદીને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થશે તે દિવસે યાત્રાનું સમાપન આ યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંઓમાંથી પસાર થઈને અંદાજે 40,000 કિલોમીટરનું અંતર કાપશે. વડનગર અને વારાણસી એમ બંને દિશામાંથી શરૂ થનારી આ બાઈક સેવા યાત્રામાં 10 અલગ ગ્રુપમાં ગ્રુપ દીઠ 25 બાઈક પર 50 સેવા યાત્રીઓ જોડાશે. વડનગરથી વારાણસીની યાત્રામાં 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ તેમજ વારાણસીથી વડનગરની યાત્રામાં પણ 250 બાઈક પર 500 સેવા યાત્રીઓ સહભાગી થશે. આ રીતે દેશભરમાંથી કુલ 1,000 યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. દરેક ટુકડી 10 અલગ અલગ રૂટ પરથી પસાર થશે. 7 ઓક્ટોબરના દિવસે જ્યારે નરેન્દ્ર મોદીને જાહેરજીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના છે તે દિવસે આ યાત્રાનું સમાપન થશે. સ્વચ્છતા, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અભિયાન સહિતના કાર્યક્રમો યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નશામુક્ત ભારત અભિયાન, ટીબી મુક્ત ભારત અભિયાન તથા જળસંરક્ષણ જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજાશે. સફાઈ કર્મચારીઓનું સન્માન તેમજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે. ચારેય ઝોનમાંથી નીકળેલી ઉપયાત્રાઓ વડનગર પહોંચી ગુજરાતમાં યાત્રાના પ્રારંભ પૂર્વે જ, રાજ્યના ચારેય ઝોનમાંથી 13 સપ્ટેમ્બરના રોજ નીકળેલી ઉપયાત્રાઓ ગઇકાલે વડનગર પહોંચી ગઈ હતી. આ ચારેય ઉપયાત્રાઓ અનુક્રમે સૌરાષ્ટ્ર ઝોનમાં સોમનાથ મહાદેવના પવિત્ર ધામથી, ઉત્તર ઝોનમાં શામળાજીથી, મધ્ય ઝોનમાં પાવાગઢ ખાતેના મહાકાળી માતાજીના મંદિરથી અને દક્ષિણ ઝોનમાં નવસારીના ઉનાઈ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થઈ હતી. આ ઉપયાત્રાઓ માર્ગમાં આવતા પવિત્ર જળસ્ત્રોતોમાંથી જળ એકત્ર કરીને લાવી હતી. જળકળશ વારાણસી લઈ જવાશે ગુજરાતની ચારેય ઉપયાત્રાઓ દરમિયાન માર્ગમાં આવતા નદીઓ, તળાવો અને ખેતરના કૂવાઓમાંથી જળ એકત્ર કરી જળકળશ રથમાં પધરાવવામાં આવ્યું હતું. આ જળ વડનગર ખાતે એકત્ર થયા બાદ શર્મિષ્ઠા તળાવનું જળ પણ તેમાં ઉમેરવામાં આવ્યું હતું અને હાટકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરાયો હતો. ત્યારબાદ આ જળકળશ વારાણસી લઈ જવામાં આવશે. યાત્રાના રૂટમાં વિવિધ સ્થાનોએથી પવિત્ર જળ કળશમાં એકત્ર કરવામાં આવશે અને જળકળશમાં એકત્રિત થયેલ જળથી કાશી વિશ્વનાથ મહાદેવજીનો જળાભિષેક કરવામા આવશે. પવિત્ર જળ એકત્ર કરી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરાશે વારાણસીથી પ્રસ્થાન થનારી યાત્રા પૂર્વે કાશી આસપાસના વિવિધ નદીઓ અને જળસ્રોતોમાંથી પવિત્ર જળ એકત્ર કરી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જળકળશ સાથે યાત્રાનો પ્રારંભ થશે. વારાણસીથી આવી રહેલી યાત્રા દરમિયાન પણ જળકળશ રથમાં રૂટમાં આવતી પવિત્ર નદીઓ, જળાશયો સહિતના સ્થળોએથી જળ એકત્રિત કરવામાં આવશે જેનો હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવશે. નર્મદા, સાબરમતી, માહી, ગોમતી, વિશ્વામિત્રી, તાપી, બનાસ, શેત્રુંજી સહિતની નદીઓનું પવિત્ર જળ જળકળશ રથમાં સમ્મિલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીના 25 વર્ષના જાહેરજીવનની કામગીરીને આગળ વધારવાનો ઉદ્દેશ ‘વડનગરથી વારાણસી’ અને ‘વારાણસીથી વડનગર’ સેવા સંકલ્પ બાઈક યાત્રાનો ઉદ્દેશ પ્રધાનમંત્રી મોદીના 25 વર્ષના જાહેરજીવનની સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથેની અવિરત યાત્રા અને તેમના નેતૃત્વ હેઠળ થયેલ અભૂતપૂર્વ કામગીરીને દેશના યુવાનો અને જનજન સુધી પહોંચાડવાનો અને તેને જનભાગીદારી સાથે આગળ વધારવાનો છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર અને કાંકરિયા લેકફ્રન્ટમાં કાર્યક્રમ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અમદાવાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતી અને કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવી આશીર્વાદના દીવડાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાથે જ દરેક વોર્ડમાં બ્લડ કેમ્પ, તમામ મંદિરો અને શહેરના જાણીતા સ્થળો ઉપર સાંજના સમયે આશીર્વાદ દીવડાનો કાર્યક્રમ પણ યોજાશે. કાંકરિયા તળાવના ત્રણ કિલોમીટરના ફરતે 1.25 લાખ દિવડાઓ પ્રગટાવવામાં આવશે. અમિત શાહ સાંજે જગન્નાથ મંદિરમાં આરતી કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PM મોદીના જન્મદિવસે વડનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં વડનગરમાં તેઓ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ જમાલપુર જગન્નાથ મંદિરે આરતી કરશે. આરતી કર્યા બાદ કાંકરિયા લેક ફ્રંટ ખાતે યોજાનારા આશીર્વાદના દીવડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ વિશે જાણીએ શર્મિષ્ઠા તળાવ, જ્યાંથી મલ્હાર રાગની સુરાવલી જલતરંગ સાથે હજીયે પ્રગટ થાય છે ઐતિહાસિક વડનગરની મધ્યે છલોછલ ભરેલું શર્મિષ્ઠા તળાવ રમણીય લાગી રહ્યું છે. તળાવ આશરે 150 ફૂટ ઊંડું અને એમાં 360 પગથિયાં છે. તળાવ આશરે 4500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અન્ય સ્મારકોની જેમ આ તળાવ સાથે પણ આવી અનેત વાતો જોડાયેલી
    Click here to Read More
    Previous Article
    IIFA એવોર્ડ્સ 2027 અબુ ધાબીમાં યોજાશે:સલમાન ખાન, કરીના કપૂર સહિત ઘણા સિતારાઓ સામેલ થશે; ગયા વર્ષે ભારતમાં યોજાયો હતો
    Next Article
    હળવદથી 6 લાખના દાડમ ભરેલી ટ્રક ગાયબ:ગોરખપુર પહોંચાડવાના 12 ટન દાડમનો જથ્થો રસ્તામાંથી જ ગુમ, માલિક-ચાલકે ફોન બંધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment