Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળ મજૂરી કરતા 6 બાળકોને મુક્ત કરાવ્યા:નોબલ નગરમાં કાપડની દુકાનમાં 12-12 કલાક બાળકો પાસે સિલાઈ અને કટીંગ કામ કરાવવાતું, પોલીસે દુકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો

    3 days ago

    અમદાવાદ શહેરમાં બાળ મજુરી કરાવનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નોબલ નગર વિસ્તારમાં 14થી 17 વર્ષના બાળકોને સિલાઈ કામ અને કાપડના મજૂરી કામ માટે મહિને પાંચથી આઠ હજાર રૂપિયામાં નોકરીએ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનજીઓ સાથે રહી બાળ મજૂરી કરાવનારા 6 બાળકોને મુક્ત કરાવ્યા છે. સરદારનગર પોલીસે NGOની ફરિયાદના આધારે બાળકોને મજૂરી કામ માટે રાખનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. છ જેટલા બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યા વેજલપુર વિસ્તારમાં રહેતા અને એસોસિએશન ફોર વોલ્યુન્ટરી એક્શન સંસ્થામાં સ્ટેટ કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા દામિનીબેન પટેલને બાતમી મળી હતી કે, નોબલનગર વિસ્તારમાં સંજયનગરમાં મહાકાલી દૂધ ઘરની બાજુમાં આવેલી દુકાનમાં કેટલાક બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓને સાથે રાખી સંસ્થા દ્વારા દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સરદાર નગરના નોબલ નગર વિસ્તારમાં જ રહેનારા છ જેટલા બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યા હતા. બાળકોને રોજ 12 કલાક કામ કરાવાતું અને મહિને 5થી 8 હજાર મહેનતાણુ મળતું નોબલ નગરના સંજય નગરમાં રહેતા અને દુકાન માલિક રાજુભાઈ બાવરી દ્વારા બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. બાળકોની પૂછપરછ કરતા છેલ્લા બે મહિનાથી લઈ બે વર્ષ સુધીમાં સવારે 9:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી તેઓ નોકરી કરે છે અને બપોરે એક કલાક રિસેસ મળે છે. સિલાઈ કામ અને કાપડ કટીંગનું મજૂરી કામ કરે છે જેના પેટે તેમને મહિને 5,000થી લઈ 8,000નું મહેનતાણું આપવામાં આવતું હતું. આ સમગ્ર મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે દુકાન માલિક રાજુભાઈ બાવરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સસલાનો શિકાર કરતા 2 ઝડપાયા, ₹25,000 દંડ:અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગની કાર્યવાહી
    Next Article
    વલસાડમાં પારો 36 ડિગ્રી પાર:બફારાથી જનજીવન પ્રભાવિત; લોકોએ દરિયાકિનારે શીતળ પવનોની મજા માણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment