Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસલાનો શિકાર કરતા 2 ઝડપાયા, ₹25,000 દંડ:અમરેલીના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગની કાર્યવાહી

    3 days ago

    અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે સસલાનો શિકાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ₹25,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઘટના ચકરાવા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. વનવિભાગની ટીમે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચકરાવા ગામની વાડી વિસ્તારમાંથી આ શખ્સોને સસલાનો શિકાર કરતા રંગે હાથે પકડ્યા હતા. તેમની પાસેથી સસલાનો શિકાર કરવા માટે વપરાતી જાળી, ટોર્ચ અને એક મૃત સસલો કબજે કરવામાં આવ્યો હતો. વનવિભાગે ભરતભાઈ રામભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભગવાનભાઈ ડોડીયા નામના બે શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિઓને રોકવા માટે વનવિભાગ સક્રિય બન્યું છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રાહદારીને મોતને ઘાટ ઉતારી ડમ્પર ચાલક ભાગ્યો, VIDEO:ટુ-વ્હીલર ચાલકોએ જીવના જોખમે પીછો કર્યો, બેફામ ચાલક ડમ્પર ભગાવી નાસી છૂટવામાં સફળ
    Next Article
    બાળ મજૂરી કરતા 6 બાળકોને મુક્ત કરાવ્યા:નોબલ નગરમાં કાપડની દુકાનમાં 12-12 કલાક બાળકો પાસે સિલાઈ અને કટીંગ કામ કરાવવાતું, પોલીસે દુકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment