Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દશેરા પહેલાં ફૂડ વિભાગે 36 નમૂના એકત્ર કર્યા:ફાફડા-જલેબી અને ચટણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા; તહેવારોમાં ગુણવત્તા જાળવવા વેપારીઓને કડક સૂચના અપાઈ

    10 hours ago

    વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દશેરાના પવિત્ર તહેવાર પહેલાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી વિવિધ દુકાનો અને સ્ટોલ્સ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ફાફડા, જલેબી અને ચટણી સહિત કુલ 36 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ તમામ એકત્રિત નમૂનાઓને વધુ ગુણવત્તા ચકાસણી અને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. દશેરાની માંગને ધ્યાને લઈ કાર્યવાહી આ વિશેષ ચકાસણી ઝુંબેશ દશેરાના દિવસે ફાફડા અને જલેબીની વ્યાપક માંગને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી હતી, જેથી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર આહાર મળી રહે. લેવાયેલા કુલ નમૂનાઓમાં 13 ફાફડા, 9 જલેબી અને 7 ચટણીના એન્ફોર્સમેન્ટ નમૂનાઓનો સમાવેશ થાય છે. આ સિવાય વાજબી ધોરણોની ચકાસણી માટે 1 જલેબી અને 6 અન્ય કાચા માલના મળીને કુલ 7 સર્વેલન્સ નમૂના પણ એકત્ર કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા જાળવવા કડક આદેશ તપાસ કામગીરી દરમિયાન હાજર ફૂડ સેફ્ટી ઓફિસરોએ તમામ દુકાનદારો અને વેપારીઓને ખાદ્ય સામગ્રી બનાવતી તેમજ તેનું વેચાણ કરતી વખતે પૂરતી સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે કડક સૂચનાઓ આપી હતી. વાસી, ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થોનું વેચાણ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આગામી તહેવારોમાં પણ તપાસ ચાલુ રહેશે ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે નહીં. દશેરા બાદ આવનારા દિવાળી સહિતના વિવિધ તહેવારો દરમિયાન પણ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતા જાળવી રાખવાના હેતુથી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી પોલીસ 21 ઓક્ટોબરે રક્તદાન કેમ્પ યોજશે:જિલ્લાના તમામ 20 પોલીસ સ્ટેશનમાં રક્તદાન યોજાશે;જરૂરિયાતમંદ દર્દીઓ માટે અમરેલી પોલીસની ખાસ અપીલ
    Next Article
    મુળી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જસપાલભાઈ ડોરીયાની બિનહરીફ વરણી:વઢવાણ ખાતે ડોરીયા પરિવારે સન્માન સમારોહ યોજી શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment