Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મોટા નેતાના જૂથવાદથી સહકારી સંસ્થાનું રાજકારણ ગરમાયુ:રા.લો. સંઘની ચૂંટણીમાં 21 પૈકી 20 મતદારોએ કર્યું મતદાન આવતીકાલે પરિણામ, ત્રંબા બેઠક પર ટાઇ થવાનો અંદાજ

    1 day ago

    રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની 5 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે જેમાં કુલ 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું છે જયારે ખોખડદળ બેઠક પરના મતદાર શૈલેષ પરસાણાએ મતદાન ન કર્યું હોવાનું સામે આવ્યું છે. આમ રા.લો. સંઘની 10 બેઠક બિનહરીફ થયા બાદ 5 બેઠક પર સમજૂતી ન થતા ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર વચ્ચે ટક્કર થવા પામી છે અને બે મોટા નેતાના જુથવાદના કારણે નાની એવી સહકારી સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ અને દિલ્લી સુધી લોબિંગ થતા રાજકારણ ગરમાયુ છે ત્યારે આ વર્ચસ્વની લડાઈમાં 10 ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા છે અને આવતીકાલે મતગણતરી યોજાશે જેમાં કોની થશે જીત અને કોની થશે હાર તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ત્રંબા બેઠક પર ટાઈ થવાનો અને માધાપર બેઠક પરથી પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થવાનો ગણગણાટ સહકારી આગેવાનો અને નેતાઓમાં ચાલી રહ્યો છે. રાજકોટ લોધિકા સંઘ ચૂંટણીના ઉમેદવાર અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, જે 15 લોકોએ મતદાન કરવાનું છે તેને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. જે લોકો મતદાન કર્યા છે તેને પાર્ટીએ વ્હીપ આપ્યું છે. અરવિંદ રૈયાણી એ માત્ર કાર્યકર્તા છે મારા માટે મારી ભાજપ પાર્ટી મહત્વની છે. પાર્ટીએ મને ખૂબ મોટો કર્યો છે અને પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. હું પહેલેથી એવું કહેતો આવું છું કે પાર્ટીથી ઉપર કોઈ કાર્યકર્તા નથી. પાર્ટી સર્વોપરી છે. રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે પ્રદેશના નેતાઓની મધ્યસ્થી બાદ પણ સમાધાન ન થતા ભાજપ દ્વારા કુવાડવા જુથ બેઠક પર અરવિંદ રૈયાણી, માધાપર જુથ બેઠક પર પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા, ખોખડદડ જુથ બેઠક પર બાબુ નસીત, ત્રંબા જુથ બેઠક પર નિતીન રૈયાણી અને હલેન્ડા જુથ બેઠક પર મહેશ આસોદરીયાના નામની જાહેરાત કરી વ્હિપ આપવામાં આવ્યું છે અને આ પાંચેય ઉમેદવારને મત આપવા વ્હિપ આપવામાં આવ્યું છે. જેની સામે ભાજપના જ ઉમેદવારો ચિત્તની લડતા હોવાથી નાના એવા સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઈનું ચિત્ર સામે આવ્યું છે. ચૂંટણીમાં 5 બેઠકો પર સામસામે ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા, અનિરુદ્ધસિંહ જાડેજા સામે નિતીન રૈયાણી તેમજ મહેશ આસોદરીયા સામે ધીરુભાઈ રોકડ વચ્ચે સીધી ટક્કર થવા પામી છે. બંને જૂથોએ પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાડ્યું હતું. અને તેમાં કુલ 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યું છે જેમાં ખોખડદળ જૂથ બેઠક પર શૈલેષભાઇ પરસાણાએ મતદાન કરવાનું ટાળ્યું હતું. રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની વર્ષ 2026ની ચુટણીમાં ભાજપ નેતા વિજય સખીયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ચૂંટણી દરમિયાન ચુંટણી વિના વિઘ્ને અને પારર્દશક રીતે થાય તથા ઉમેદવાર તરીકે સુરક્ષા મળે તે માટે પોતાના સ્વ ખર્ચે પોલીસ પ્રોટેકશન આપવા પોલીસ કમિશનર સમક્ષ લેખિત માંગ કરવામાં આવતા તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે અને તેઓ આજે પોલીસ પ્રોટેક્શન સાથે મતદાન મથક પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરીને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 5 બેઠકો પર સામસામે 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે બંને પક્ષો માટે એક-એક મત નિર્ણાયક બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના કથિત 1 કરોડના તોડકાંડ પર ધારાસભ્યની પ્રતિક્રિયા:ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કહ્યું- જે સાચું હશે તે બહાર આવશે
    Next Article
    Kinjal Rabari Marriage Controversy |કિંજલ રબારીના લગ્નને લઈને નવો વિવાદ સામે આવ્યો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment