Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેનના ઘરે ફાંસો‎ખાઈ આત્મહત્યા કરી:6 લાખનું 11.34 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઉઘરાણી થતાં સાયલાના યુવકે બોટાદમાં ફાંસો ખાઈ લીધો

    4 days ago

    ધંધામાં ખોટ જતાં વ્યાજે લીધેલા નાણાંના વિષચક્ર અને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને સાયલાના 22 વર્ષીય યુવક કિશન ભુપતભાઈ મોરીએ બોટાદ સ્થિત બહેનના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે મૃતકના પિતા ભુપતભાઈ મોરી ઉં. 55, રહે. સાયલાએ બોટાદ પોલીસ મથકે સાયલાના રાજપાલ રણજીતભાઈ સિંધવ અને રુત્વિક ઉર્ફે રાજુ મોરી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ​ મળતી વિગત મુજબ, ચાર વર્ષ પહેલાં ધંધા માટે રાજપાલ પાસેથી 6.5%ના વ્યાજે 4 લાખ અને રુત્વિક પાસેથી 1૦%ના વ્યાજે અલગ-અલગ રકમ લીધી હતી. પરિવારે મુદ્દલ કરતાં ત્રણ ગણું એટલે કે 11 લાખથી વધુનું વ્યાજ ચૂકવી દીધું હતું. છતાં આરોપીઓ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને વધુ પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપતા હતા. વ્યાજ ચૂકવવા પરિવારે સાયલા-સુદામડા રોડ પર આવેલી 3 એકર જમીન પણ વેચી નાખી હતી અને કોરા ચેકો પણ આપી દીધા હતા. આરોપીઓના ડરથી કિશન બોટાદ બહેનના ઘરે અને મોટો ભાઈ સંજય સુરત જતો રહ્યો હતો. છતાં આરોપીઓ ફોન પર ધમકીઓ આપતા હતા. 14 મેના રોજ આરોપી રાજુએ કિશનને 34 ફોન અને 14 મેના રોજ 19 ફોન કરી માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતત ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને 14 મે 2026ના રોજ કિશને બહેનના ઘરે ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. બોટાદ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. આરોપી રૂત્વિક ઉર્ફે રાજુ ઉર્ફે રૂતુરાજસિંહ મોરીના મોબાઈલ ફોન પરથી ત્રણ દિવસમાં 77 ફોન આવેલ 14 મેના મૃતક કિશનભાઇના ભાઈ અજયભાઈએ કિશનભાઇનો મોબાઈલ ફોન જોતાં આરોપી રૂત્વિક ઉર્ફે રાજુ ઉર્ફે રૂતુરાજસિંહ મોરીએ તેના મોબાઈલ ફોનમાંથી 12 મેના 24, 13 મેના 34 અને 14 મેના રાત્રીના ત્રણ વાગ્યાથી શરૂ કરીને મરણ ગયેલ તે સમય સુધીમાં આશરે 19 ફોન મળી કુલ 77 જેટલા ફોન કરી પજવણી કરી હતી. બંને આરોપી પાસેથી પિતા-પુત્રએ રૂ.6.40 લાખ વ્યાજે લીધેલ જેની સામે 10 ટકા ઉંચુ વ્યાજ વસુલાતું
    Click here to Read More
    Previous Article
    આજથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા:10 વર્ષમાં ત્રીજી વાર જુલાઇમાં વરસાદનો આંક ડબલ ડિજિટમાં
    Next Article
    પોલીસે કુલ રૂ. 5180 મુદ્દામાલ કબજે લીધો‎:રોહીશાળા-પાળિયાદમાં જુગાર રમતા કુલ 10 શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment