Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે કુલ રૂ. 5180 મુદ્દામાલ કબજે લીધો‎:રોહીશાળા-પાળિયાદમાં જુગાર રમતા કુલ 10 શખ્સો ઝડપાયા

    4 days ago

    બોટાદ ગ્રામ્ય પોલીસે પૂર્વ બાતમીને આધારે બોટાદ જિલ્લાના રોહીશાળા ગામેબાવળ ની કાટમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ ગ્રામ્ય અને પાળીયાદ પોલીસે બાતમીના આધારે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા કુલ 10 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. રોહીશાળા ગામે દરોડો: બોટાદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રોહીશાળાથી મૂળધરાઈ જવાના રસ્તે બાવળોની કાંટમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્વરિત રેડ કરીને વિજયભાઈ બાબુભાઈ મીઠાપરા સહિત ૬ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 2,030 ની રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સરવા ગામે કાર્યવાહી: બીજી તરફ પાળીયાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સરવા ગામે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ગોળ કુંડાળું વળી જુગાર રમતા હરેશભાઈ ઉર્ફે ધુડો રવજીભાઈ કેરાળીયા સહિત ૪ શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 3,150 ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બહેનના ઘરે ફાંસો‎ખાઈ આત્મહત્યા કરી:6 લાખનું 11.34 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં ઉઘરાણી થતાં સાયલાના યુવકે બોટાદમાં ફાંસો ખાઈ લીધો
    Next Article
    પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો‎:મોડાસા-રાજેન્દ્રનગર અધૂરા રોડ પર યુવકના‎ મોતથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment