Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો‎:મોડાસા-રાજેન્દ્રનગર અધૂરા રોડ પર યુવકના‎ મોતથી રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો‎

    4 days ago

    રાજેન્દ્રનગર-મોડાસા રોડ પર બુધવાર સાંજે ટ્રક અને ઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોડાસાના કાબોલાના ઇકો ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતમાં નિર્દોષનો ભોગ લેવાતા છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી અધૂરા રહેલા રાજેન્દ્રનગર મોડાસા રોડની કામગીરીને લઈ ગ્રામજનો અને આગેવાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. પરિણામે આગેવાનો અને સ્થાનિકોએ મોડાસા- રાજેન્દ્રનગર હાઈવે ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનો મહિલાઓ અને આગેવાનોએ રસ્તાની અધૂરી કામગીરીથી વિરોધ વ્યક્ત કરી ડીવાયએસપી તેમજ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર બુધવારે સાંજે મડાસણ સ્ટેન્ડ નજીકથી કાબોલાના સુરેશભાઈ ભુપતાજી ખાંટ ઇકો નંબર જીજે 31a 92 53 લઈને ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન મોડાસા તરફથી આવી રહેલી ટ્રક નંબર gj 27tf 29 88 ના ચાલકે ઇકોને સામેથી ટક્કર મારતાં સુરેશભાઈ ખાંટનું મોત થયું હતું. અકસ્માતમાં નિર્દોષનો ભોગ લેવાતાં ગુરુવારે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ આસપાસના ગામડાના લોકો મહિલાઓ યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ પંચાયત પ્રતિનિધિઓ અને મુસાફરો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે એકઠા થયા હતા અને રોડ પર ચક્કાજામ કરીને તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ વિરુદ્ધ સૂત્રોચાર કર્યો હતો. રસ્તો ચક્કાજામ થતાં મોડાસાથી હિંમતનગર તરફ જતાં અને હિંમતનગરથી મોડાસા તરફ આવતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. હાઇવે પર છ માસમાં 17‎ અકસ્માત : પાંચના મોત‎ વિરોધ પ્રદર્શન કરતાં અગ્રણીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી 20 કિલોમીટરનો માર્ગ અધૂરો લટકી રહ્યો છે. એક જ લાઇન પર સામસામે વાહનો દોડતાં હોવાથી દરરોજ અકસ્માતનું ગંભીર જોખમ રહે છે. આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં 17 અકસ્માત થયા છે તેમાં 5 નિર્દોષ લોકોનાં મોત થયા છે અને હાલ એક દર્દી અમદાવાદ આઇસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. કાબોલાનો ઈકો ચાલક શાકભાજી લેવા ગયો હતો‎ ‎કાબોલાના ઈકોના ચાલક સુરેશભાઈ ભૂપતાજી ખાંટ‎‎ (35) બુધવારે સાંજે ઇકલ નંબર જીજે 31a 92 53 લઈને‎‎ મોડાસા રાજેન્દ્રનગર રોડ પર આવેલા મડાસણ સ્ટેન્ડ પર‎‎ શાકભાજી લેવા ગયા હતા અને તેઓ પરત ફરી રહ્યા ‎‎હતા. બે પુત્રોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઇ છે.‎
    Click here to Read More
    Previous Article
    પોલીસે કુલ રૂ. 5180 મુદ્દામાલ કબજે લીધો‎:રોહીશાળા-પાળિયાદમાં જુગાર રમતા કુલ 10 શખ્સો ઝડપાયા
    Next Article
    રાજકીય અટકળો વચ્ચે ચર્ચાનો ધમધમાટ:છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભામાં 28માંથી 11 સભ્યો ગેરહાજર!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment