Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં દિવાળી પર 5934 ઈમરજન્સી કેસ નોંધાયા:સામાન્ય દિવસોની સરખામણીએ 56.54 ટકાનો ઉછાળો, સુરતમાં આગના સૌથી વધુ 119 બનાવ, જુઓ જિલ્લા વાઇઝ કેસ

    6 hours ago

    દીવાળીના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યમાં ઇમરજન્સી સેવાઓ માટે ભારે દોડધામ જોવા મળી હતી. હેલ્પલાઇન નંબર 112 પર સામાન્ય દિવસોના 3610 કોલની સામે દિવાળીના દિવસોમાં કુલ 5651 ઇમરજન્સી કોલ નોંધાયા હતા, જે 2026 ના સામાન્ય દિવસોની સરખામણીમાં 56.54 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, 108-EMS સેવા અંતર્ગત પણ દિવાળી પર કુલ 5934 ઇમરજન્સી કેસો નોંધાયા હતા. આંકડાઓ મુજબ દિવાળીમાં આગની દુર્ઘટનાઓમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસોમાં 112 પર આગ સંબંધિત માત્ર 55 બનાવો નોંધાતા હતા, જે દિવાળી દરમિયાન વધીને 366 પર પહોંચી ગયા છે. એટલે કે આગની ઘટનાઓમાં 565.45 ટકાનો તોતિંગ વધારો થયો છે. જિલ્લાવાર આંકડાઓ જોઈએ તો સુરત શહેરમાં સૌથી વધુ 119 અને અમદાવાદ શહેરમાં 67 આગની ઘટનાઓ નોંધાઈ હતી. 108-ઇએમએસ દ્વારા દાઝવાના કેસો પણ મોટા પ્રમાણમાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં દિવાળી દરમિયાન કુલ 62 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં એકલા અમદાવાદમાં 13 અને સુરતમાં 12 લોકો દાઝવાની ઈજાઓ સાથે સારવાર અર્થે ખસેડાયા હતા. અન્ય બનાવોની વાત કરીએ તો, 112 પર મારામારીના કેસો 1104 એટલે કે 78.93% વધારો અને જાહેર ઝઘડાના કેસો 1651 નોંધાયા હતા. જ્યારે 108 EMS સેવા હેઠળ વાહન અકસ્માતના કેસો વધીને 1212 થયા હતા, જેમાં સામાન્ય દિવસોની સરખામણીએ 87.49 ટકાનો ઉછાળો નોંધાયો હતો. દિવાળીના દિવસે 108 ઈમરજન્સી કેસમાં દાઝવાના કેસો: અમદાવાદમાં 13 સુરતમાં 12 કચ્છ અને રાજકોટમાં 5 ગાંધીનગર અને વડોદરામાં 4 આણંદમાં ભાવનગર જામનગર નર્મદા તાપી વલસાડમાં 2 બનાસકાંઠા બોટાદ ખેડા મહેસાણા મોરબી પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1 રાજ્યમાં આગની ઘટનાઓના ઇમરજન્સી કૉલ્સ: સુરતમાં 119 અમદાવાદમાં 67 રાજકોટમાં 44 વડોદરામાં 22 જામનગરમાં 14 ગાંધીનગરમાં 12 કચ્છમાં 18 ભાવનગરમાં 8 દાહોદમાં 7 પાટણમાં 6 સુરેન્દ્રનગરમાં 6 વલસાડમાં 6 ભરૂચમાં 5 મહીસાગરમાં 5 આણંદમાં 4 મહેસાણામાં 4 મોરબીમાં 3 છોટા ઉદયપુરમાં 2 દેવભૂમિ દ્વારકામાં 2 ગીર સોમનાથમાં 2 પોરબંદરમાં 2 અમરેલીમાં 1 બનાસકાંઠામાં 1 જૂનાગઢમાં 1 નવસારીમાં 1 પંચમહાલમાં 1 સાબરકાંઠામાં 1 વડોદરામાં 1 વાવ થરાદમાં 1
    Click here to Read More
    Previous Article
    દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ:એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી
    Next Article
    આકાશમાં રોમાંચક કરતબ કરાશે:વાયુસેનાની 11 સ્ક્વૉડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી, 12થી 15 નવેમ્બર દરમિયાન વડોદરા એરફિલ્ડ ખાતે હવાઈ શો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment