Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભામાં 59 સાંસદોને વિદાય, PMએ કહ્યું- સદન એક યુનિવર્સિટી:ખડગેએ પૂર્વ પીએમ દેવગૌડાને કહ્યું- તમે મુહૂર્ત અમારી સાથે જોયું, પણ લગ્ન મોદીજી સાથે કર્યા

    6 days ago

    રાજ્યસભામાં બુધવારે એપ્રિલથી જુલાઈ વચ્ચે નિવૃત્ત થઈ રહેલા 59 સાંસદોને વિદાય આપવામાં આવી. આ સભ્યોમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉપસભાપતિ હરિવંશ અને RPI નેતા રામદાસ આઠવલે સામેલ છે. જોકે, શરદ પવાર અને રામદાસ આઠવલે ફરીથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંસદને એક 'ઓપન યુનિવર્સિટી' ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે અને તમારો અનુભવ આપણા રાષ્ટ્રીય જીવનનો કાયમી હિસ્સો બની રહેશે. ખડગેએ દેવગૌડાજી વિશે કહ્યું- તમે મુહૂર્ત અમારી સાથે જોયું, પણ લગ્ન મોદીજી સાથે કર્યા ખડગેએ હળવા અંદાજમાં કટાક્ષ કરતા જણાવ્યું કે, "હું સૌથી પહેલા દેવગૌડાજીનો ઉલ્લેખ કરવા માગીશ. મને ખબર નથી પડતી કે તેમને શું થયું- મુહૂર્ત (ગઠબંધન) અમારી સાથે જોયું, પરંતુ લગ્ન (સરકાર/જોડાણ) મોદીજી સાથે કરી લીધા! શરદ પવાર ફરીથી આ સદનમાં આવશે." તેમણે વિદાય લઈ રહેલા સાંસદો માટે એક સુંદર શેર પણ વાંચ્યો: વિદાય તો હૈ દસ્તુર જમાને કા પુરાના, અપની છાપ કુછ એસે છોડ જાના કી હર ગાએ તુમ્હારા તરાના. ખડગેના ભાષણ પછી, પીએમએ કહ્યું, “ખડગેજીને એક અપેક્ષા હતી. હું તે અપેક્ષા પૂરી કરીશ. તમારું કામ એવી રીતે કરો કે જ્યાં પણ તમારી રાત પસાર થાય, ત્યાંથી તમને સલામ મળે.” સદનની કાર્યવાહીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો...
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં દારૂનો વપરાશ ઘટ્યો, કમાણી પર મોટો ફટકો:સર્વે: 31% ઓપરેટરોએ દારૂના વેચાણમાં ઘટાડાની વાત કરી
    Next Article
    ફ્લાઈટ ટિકિટમાં મોટી રાહત:હવે મનગમતી સીટ માટે નહીં ચૂકવવો પડે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો આદેશ-એક જ PNR ધરાવતા મુસાફરોને સાથે સીટ આપવી પડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment