Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લાઈટ ટિકિટમાં મોટી રાહત:હવે મનગમતી સીટ માટે નહીં ચૂકવવો પડે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો આદેશ-એક જ PNR ધરાવતા મુસાફરોને સાથે સીટ આપવી પડશે

    2 days ago

    સિવિલ એવિએશન મંત્રાલયે ઘરેલું હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, એરલાઇન્સને દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના આપવી પડશે. આ નિર્દેશો ઘરેલું ફ્લાઇટ્સ પર લાગુ પડશે. આ ઉપરાંત, એક જ PNR (બુકિંગ રેફરન્સ) પર મુસાફરી કરતા મુસાફરોને એકસાથે બેસાડવામાં આવશે, અને તેમને પાસેપાસીની સીટ પર બેસાડવામાં આવે તે વધુ સારું રહેશે. વર્તમાન નિયમોમાં, મુસાફરો માટે ફક્ત 20% સીટ જ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના બુક કરી શકાય છે, જ્યારે બાકીની સીટ માટે ચૂકવણી કરવી પડે છે. આ પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે એરલાઇન્સ સીટ પસંદ કરવા સહિતની ઘણી સેવાઓ માટે ખૂબ જ વધારે શુલ્ક વસૂલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હાલમાં એરલાઇન્સ સીટો પસંદ કરવા પર 500થી 1200 રૂપિયા વધારાનો ચાર્જ લે છે. એડિશનલ ચાર્જીસને સવાલ-જવાબમાં સમજો સવાલ: શું હવે સીટ પસંદ કરવા માટે વધુ પૈસા આપવા પડશે? જવાબ: ના, હવે ફ્લાઇટની ઓછામાં ઓછી 60% સીટો ફ્રી હશે, એટલે કે તમારે દર વખતે સીટ માટે પૈસા ચૂકવવા પડશે નહીં. સવાલ: શું પરિવાર કે સાથે મુસાફરી કરનારા લોકો અલગ-અલગ બેસશે? જવાબ: ના, જો તમારી બુકિંગ એક જ PNR પર છે, તો તમને સાથે કે આસપાસ સીટ આપવામાં આવશે. સવાલ: શું રમતનો સામાન કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવું સરળ હશે? જવાબ: હા, હવે આ માટે સ્પષ્ટ અને સરળ નિયમો હશે, જેનાથી તમને પહેલાથી જ ખબર રહેશે કે શું કરવું. પ્રશ્ન: શું પાલતુ પ્રાણીઓ (pet) સાથે લઈ જઈ શકાય છે? જવાબ: હા, પરંતુ નિયમો સાથે. એરલાઇન્સને આ માટે સ્પષ્ટ નીતિ જણાવવી પડશે, જેથી કોઈ મૂંઝવણ ન રહે. પ્રશ્ન: જો ફ્લાઇટ મોડી પડે અથવા રદ થાય તો શું મળશે? જવાબ: તમને તમારા અધિકારો મળશે, જેમ કે - રિફંડ, બીજી ફ્લાઇટ અથવા સુવિધા, જે નિયમમાં નક્કી છે. પ્રશ્ન: મને મારા અધિકારો કેવી રીતે ખબર પડશે? જવાબ: હવે સરળતાથી, એરલાઇન્સને વેબસાઇટ, એપ અને એરપોર્ટ પર સ્પષ્ટ માહિતી દર્શાવવી પડશે. કેન્દ્રીય મંત્રી બોલ્યા- ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલું એવિએશન માર્કેટ સિવિલ એવિએશન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલું એવિએશન માર્કેટ બની ગયું છે. ભારતીય એરપોર્ટ હવે દરરોજ 5 લાખથી વધુ મુસાફરોને સંભાળી રહ્યા છે. ઉડાન યોજનાથી ભારતમાં હવાઈ યાત્રા હવે ફક્ત ધનિક લોકોનો અધિકાર ન રહેતા, બધા માટે સુલભ બની ગઈ છે. દેશમાં હવાઈ યાત્રાને વધુ સરળ બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે, જેમ કે ઉડાન યાત્રી કેફે, જ્યાં સસ્તું ભોજન મળે છે, ફ્લાયબ્રેરીમાં પુસ્તકો મફત વાંચવા મળે છે અને ટર્મિનલ પર ફ્રી વાઇ-ફાઇ.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં 59 સાંસદોને વિદાય, PMએ કહ્યું- સદન એક યુનિવર્સિટી:ખડગેએ પૂર્વ પીએમ દેવગૌડાને કહ્યું- તમે મુહૂર્ત અમારી સાથે જોયું, પણ લગ્ન મોદીજી સાથે કર્યા
    Next Article
    'માફિયા કા મતલબ મૈં ઓર મૈં કા મતલબ માફિયા':અસામાજિક તત્ત્વોએ લોકોમાં ભય ઉભો કરવા ભાઈગીરીની રિલ્સો બનાવી, પાસા ભોગવી ચુકેલા રાજા મેવાતી સહિત 14 સામે ગુનો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment