Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી વિવાદમાં:નોન ટીચિંગ સ્ટાફની 59 જગ્યાઓની ભરતીમાં અનામત નીતિના ભંગની શિક્ષણમંત્રીને રજૂઆત, 16 મીની પરીક્ષા સ્થગિત કરવા NSUI ની માંગ

    9 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિનશૈક્ષણિક સ્ટાફની 59 જગ્યાઓ પરની ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે 16 મી માર્ચે લેખિત પરીક્ષા યોજાનારી છે ત્યારે તેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોય NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર દ્વારા ભરતી પ્રક્રિયા સ્થગિત કરવા માટે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પત્ર લખ્યો છે. જો અનામતની અમલવારી વિના ભરતી પ્રક્રિયા આગળ વધશે તો કાનૂની રાહે લડત ચલાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ 16 માર્ચના યોજાનારી આ પરીક્ષાને લઈ યુનિવર્સિટી દ્વારા હોલ ટિકિટ જનરેટ કરી દેવામાં આવી છે. જોકે તેમાં 142 ઉમેદવારોએ ફી ભર્યા બાદ ફાઇનલ સબમિશન ન કરતા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત MCQ પધ્ધતિથી ખાનગી એજન્સી મારફત લેવાનારી આ પરીક્ષામાં OMR આન્સર સીટમાં બારકોડ લગાવવાનો ન હોવાથી ગેરરીતિની શંકા વ્યક્ત થઈ રહી છે. NSUI ના નેશનલ કો ઓર્ડીનેટર ભાવિક સોલંકીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 19/12/2025 ના રોજ જાહેર કરાયેલી નોન ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાતનું વિગતવાર અભ્યાસ કરતાં એવું સ્પષ્ટ જણાય છે કે ભારતના બંધારણ હેઠળ લાગુ પડતી અનામત નીતિ તથા ગુજરાત સરકારના લાગુ નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. ખાસ કરીને કેડર (Cadre) ની યોગ્ય નિર્ધારણા તથા રોસ્ટર આધારિત અનામતના અમલીકરણ બાબતે ગંભીર ભૂલો જોવા મળે છે.મારી માગણી છે કે નીચે દર્શાવેલ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ભરતી પ્રક્રિયાની તાત્કાલિક સમીક્ષા કરી અને જરૂરી હોય તો પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે. 1. અનામત અંગેનો બંધારણીય અને કાનૂની જોગવાઈઓ સરકારી તથા સરકારી અનુદાનિત સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા માટે અનામત નીતિ નીચેના કાયદાકીય પ્રાવધાનો હેઠળ અમલમાં આવે છે.ભારતના બંધારણનો કલમ 14 – સમાનતાનો અધિકાર, ભારતના બંધારણનો કલમ 16(1)– સરકારી રોજગારમાં સમાન અવસર, ભારતના બંધારણનો કલમ 16(4) – સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવા માટેની જોગવાઈ, ગુજરાત સરકારની અનામત નીતિ તથા Cadre Based Roster System. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે R.K. Sabharwal v. State of Punjab (1995) 2 SCC 745 ના સ્પષ્ટ જણાવ્યું છે કે, અનામતનો અમલ કેડરની કુલ શક્તિ (Cadre Strength) ના આધારે થવો જોઈએ અને માત્ર ખાલી જગ્યાઓના આધારે નહીં. આ ઉપરાંત Union of India v. Virpal Singh Chauhan (1995) 6 SCC 684 માં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અનામતનો અમલ યોગ્ય રીતે નિર્ધારિત કેડર અને રોસ્ટર પોઈન્ટ્સના આધારે જ થવો જોઈએ. આથી જ્યાં એક જ કેડરની એકથી વધુ જગ્યાઓ હોય ત્યાં કુલ કેડર શક્તિ ગણવી અને ત્યારબાદ અનામત રોસ્ટર લાગુ કરવો કાયદેસર ફરજિયાત છે. 2. સમાન કેડરની જગ્યાઓને અલગ બતાવી અનામત ટાળવાનો પ્રયાસ જાહેરાત જોતા જણાય છે કે, કેટલીક જગ્યાઓ સમાન હોદ્દો, સમાન પગારધોરણ. સમાન વર્ગીકરણ અને સમાન પ્રકારની ફરજો ધરાવતી હોવા છતાં વિભાગ પ્રમાણે અલગ બતાવવામાં આવી છે. જેના કારણે અનામત રોસ્ટરનો યોગ્ય અમલ થતો નથી. આ પ્રથા R.K. Sabharwal કેસના સિદ્ધાંતોના વિરુદ્ધ છે. નીચે દર્શાવેલ જગ્યાઓ વાસ્તવમાં એક જ કેડરની જગ્યાઓ ગણાય તેવી છે. જેમાં લેબોરેટરી આસિસ્ટન્ટની 8, સ્ટોર કીપરની 3, લેબોરેટરી ટેકનીશ્યનની 3, ટેકનિકલ આસિસ્ટન્ટ કેડરની 2 માં કેડર આધારિત અનામતની સમીક્ષા જરૂરી બને છે. 3. અનામત ન લાગુ કરવાની કાનૂની અસરો જો કેડર આધારિત અનામત લાગુ કરવામાં નહીં આવે તો તે નીચે મુજબના બંધારણીય સિદ્ધાંતોનો ભંગ કરે છે. જેમાં ભારતના બંધારણનો કલમ 14, કલમ 16, રાજ્યની અનામત નીતિના ઉદ્દેશનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં જણાવ્યું છે કે કેડર નિર્ધારણમાં કૃત્રિમ વિભાજન કરીને અનામત નીતિને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કાયદેસર નથી. ઉપરોક્ત કાનૂની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિનંતી છે કે, ઉપર દર્શાવેલ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, સંબંધિત કેડરની કુલ કેડર શક્તિનું યોગ્ય નિર્ધારણ કરવામાં આવે, ગુજરાત સરકારની અનામત નીતિ મુજબ કેડર આધારિત રોસ્ટર લાગુ કરવામાં આવે, અનામત રોસ્ટર પ્રમાણે નવી સુધારેલી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે, આ પ્રતિનિધિત્વ અંગે યોગ્ય નિર્ણય લઇ જાણ કરવામાં આવે. જો ભરતી પ્રક્રિયા ઉપરોક્ત કાનૂની ખામીઓ દૂર કર્યા વગર આગળ વધારવામાં આવશે તો યોગ્ય ન્યાયિક મંચ સમક્ષ બંધારણીય અધિકારોના અમલ માટે કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રહેશે. નોન-ટીચિંગની 59 જગ્યા માટે 1400 ઉમેદવારો મેદાનમાં, 16 માર્ચે પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન-ટીચિંગની કાયમી જગ્યા ભરવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત ક્રમાંક RC/21/2025 થી RC/44/2025 હેઠળની કુલ 59 જગ્યાઓ માટે ઉમેદવારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને કુલ 1400 ફોર્મ ભરાયા છે. હવે આ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. ભરતી માટેની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, સૌ પ્રથમ પરીક્ષા-A યોજવામાં આવશે, જે તારીખ 16-03-2026 (સોમવાર) ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા OMR આધારિત રહેશે. પરીક્ષા-A 100 ગુણની રહેશે. જેમાં નેગેટિવ માર્કિંગની પદ્ધતિ રાખવામાં આવી છે. નેગેટિવ માર્કિંગના નિયમ અનુસાર 0.25 ગુણ પ્રતિ ખોટા જવાબ દીઠ કાપવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ ઉમેદવારના 4 પ્રશ્નોના જવાબ ખોટા પડે તો સાચા જવાબોમાંથી 1 ગુણ ઓછો થશે. પરીક્ષા-A માં પાસ થનારા અથવા લાયક ઠરનારા ઉમેદવારો માટે ત્યારબાદ પરીક્ષા-B નું આયોજન કરવામાં આવશે. પરીક્ષા-B માટેની સંભવિત તારીખ 26-03-2026 (રવિવાર) નક્કી કરવામાં આવી છે, જે પણ OMR પદ્ધતિથી લેવામાં આવશે. વર્ગ-3 (લેવલ 7 કે તેથી નીચે) ની આ જગ્યાઓ માટેની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા માટેના હોલ-ટિકિટ તેમના ઈ-મેઈલ અથવા લોગિન આઈડી પર મોકલી આપવામાં આવી છે. પરીક્ષા ફી ભર્યા બાદ ફાઇનલ સબમિટ ન કરતા 142 ઉમેદવારો ગેરલાયક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓની અલગ અલગ સંપર્કની ભરતી માટેની લેખિત પરીક્ષા 16મી માર્ચે યોજાનાર છે ત્યારે તેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની હોલ ટિકિટ જનરેટ કરવામાં આવી છે જોકે 142 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે આ ઉમેદવારોએ અરજી ફી ભર્યા બાદ અરજી ઓનલાઈન ફાઇનલ સબમિટ કરેલી નથી. જેથી આ ઉમેદવારો લેખિત પરીક્ષા A નહીં આપી શકે. બારકોડ વિના પરીક્ષાથી ચેડાની શંકા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં ઓએમઆર શીટ પર લખેલા બેઠક ક્રમાંક ઉપર કોઈ પ્રકારનું બારકોડ સ્ટીકર નહીં આવે. ખાનગી એજન્સીના હવાલે સીધી આ જવાબવહી કરાશે. જેથી ઉમેદવારોમાં એવી શંકા છે કે પાછળથી આન્સર સીટમાં ચેડા થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    NRI મામાએ તો વટ પાડી દીધો:ભાણાના લગ્નમાં 1 કરોડનું મામેરું ભર્યું, થાળી ભરીને રોકડા રુપિયા અને 21 લાખના દાગીના સાથે મોંઘી ગિફ્ટ આપી
    Next Article
    સિંગર કિંજલ રબારીએ પ્રેમલગ્ન કરતા વિવાદમાં: VIDEO:'મને અને મારા પતિને કઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર'; સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment