Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NRI મામાએ તો વટ પાડી દીધો:ભાણાના લગ્નમાં 1 કરોડનું મામેરું ભર્યું, થાળી ભરીને રોકડા રુપિયા અને 21 લાખના દાગીના સાથે મોંઘી ગિફ્ટ આપી

    9 hours ago

    NRI (અપ્રવાસી ભારતીય) મામાએ એક કરોડનો મામેરું ભર્યું છે. 10 માર્ચના રોજ નિભાવવામાં આવેલી વિધિ દરમિયાન રોકડ ઉપરાંત લગભગ 21 લાખની જ્વેલરી સાથે કપડાં અને અન્ય ભેટો પણ આપવામાં આવી છે. આ આખો મામલો સીકરના કુંડલપુરનો છે. રાનોલી વિસ્તારની ભરથાવાળી કોઠીનો યાદવ પરિવાર પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર બહેન મોહિની દેવીના ઘરે (કુંડલપુર) મામેરું લઈને પહોંચ્યો હતો. પરિવાર સહિત દુબઈમાં રહેતા કૈલાશ યાદવે મામેરું ભર્યું. આ દરમિયાન કૈલાશના મોટા ભાઈ નારાયણ યાદવ અને નાના ભાઈ છોટેલાલ યાદવ પણ હાજર રહ્યા. કુંડલપુરના રહેવાસી ડો. મનોજના લગ્ન બાય (ઝુનઝુનુ)ની ડો. અંજલિ સાથે 11 માર્ચના રોજ થયા હતા. ડો. મનોજના ત્રણ મામા (કૈલાશ, નારાયણ, છોટેલાલ) છે. 500-500 રૂપિયાની નોટના 102 બંડલ આપ્યા વરરાજાના મામા કૈલાશ યાદવે જણાવ્યું કે, મામેરામાં 51 લાખ રૂપિયા રોકડા, લગભગ 21 લાખ રૂપિયાની જ્વેલરી સાથે કપડાં અને અન્ય ભેટો આપવામાં આવી. કુલ મળીને એક કરોડ રૂપિયાની આસપાસનું મામેરું ભરવામાં આવ્યું છે. વરરાજાના પિતા મદન ખાતોડિયાની પલસાણામાં કપડાની દુકાન છે. મામેરામાં 500-500 રૂપિયાની નોટના 102 બંડલ આપવામાં આવ્યા. લોકોએ વરરાજાના મામાની પ્રશંસા કરી ડૉ. મનોજના મામાનો પરિવાર રાનોલીની તનમાં ભરથાવાળી કોઠીનો રહેવાસી છે. સૌથી મોટા મામા નારાયણ યાદવ અને સૌથી નાના મામા છોટેલાલ યાદવ ગામમાં રહે છે. બીજા નંબરના મામા કૈલાશ યાદવ પરિવાર સહિત દુબઈમાં રહે છે. કૈલાશ અને છોટેલાલ પ્રોપર્ટી ડીલર છે. કૈલાશ યાદવે કહ્યું- માતા-પિતાને વચન આપ્યું હતું કે બહેનો માટે ક્ષમતાથી વધુ સહયોગ કરીશું. ભાણેજ/ભાણીના લગ્નમાં સારું મામેરું ભરવું એ ભાઈઓની સામૂહિક વિચારસરણી હતી. બહેન મોહિની દેવીએ ત્રણેય ભાઈઓને ખૂબ સ્નેહ આપ્યો. વરરાજાના પિતા મદન ખાતોડિયાએ કહ્યું કે આ મામા-ભાણેજ અને બહેન-ભાઈના પ્રેમનું પ્રતીક છે. બદલાતા સમયમાં બહેન-દીકરીઓને છોકરાઓ કરતાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સમાજ માટે સકારાત્મક વિચાર છે. મામેરું શું છે? બહેનના બાળકોના લગ્ન થવા પર મોસાળ પક્ષ તરફથી મામેરું ભરવામાં આવે છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં ભાત પણ કહે છે. આ વિધિમાં મોસાળ પક્ષ તરફથી બહેનના બાળકો માટે કપડાં, ઘરેણાં, રૂપિયા અને અન્ય સામાન આપવામાં આવે છે. તેમાં બહેનના સાસરી પક્ષના લોકો માટે પણ કપડાં અને ઝવેરાત વગેરે હોય છે. વડીલોનું માનવું છે કે 'મામેરું કે ભાત'ને રાજસ્થાની સંસ્કૃતિમાં બહેન-દીકરીના ઘરે આયોજિત થતા સૌથી મોટા સમારોહ પર આર્થિક સહાય આપવા સાથે જોડવામાં આવ્યું છે. ભલે કાયદાએ આજે દીકરાઓ અને દીકરીઓને માતા-પિતાની સંપત્તિમાં સમાન હિસ્સો આપ્યો હોય, તેમ છતાં પણ મોટાભાગની બહેનો ક્યારેય તેના પર પોતાનો દાવો કરતી નથી. તેમના આ જ સ્વેચ્છાએ કરેલા ત્યાગની ભરપાઈ ભાઈઓ દ્વારા 'મામેરા'માં આપવામાં આવેલી ભેટથી પણ કરવામાં આવે છે તેમ કહેવાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘I started my cricket here’: Jasprit Bumrah cherishes T20 World Cup win at domestic home ground
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી વિવાદમાં:નોન ટીચિંગ સ્ટાફની 59 જગ્યાઓની ભરતીમાં અનામત નીતિના ભંગની શિક્ષણમંત્રીને રજૂઆત, 16 મીની પરીક્ષા સ્થગિત કરવા NSUI ની માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment