Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રુતિ શેટ્ટી બની સાયબર માફિયાએ સુરતના યુવકને ફસાવ્યો:વોટ્સએપ-ટેલિગ્રામ પર મિત્રતા કેળવી, પીયુ પ્રાઈમ કંપનીમાં નોકરીનું કહી 58.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા

    1 day ago

    સુરતમાં સાયબર છેતરપિંડીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. જેમાં સાયબર માફિયાઓએ 'શ્રુતિ શેટ્ટી' નામની યુવતીની ફેક ઓળખ ઊભી કરીને સુરતના એક યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ભેજાબાજોએ યુવકનો ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી તેને ટાર્ગેટ કર્યો હતો. ત્યારબાદ ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપીને કુલ રૂ. 58.50 લાખ પડાવી લેતા સમગ્ર મામલો સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો છે. 'શ્રુતિ'એ પીયુ પ્રાઈમ કંપનીના નામે મિત્રતા કેળવી સાયબર ક્રાઈમ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ, ગઠિયાઓએ નવેમ્બર 2025થી 28 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ રીતે આ ઠગાઈ આચરી હતી. માફિયાઓએ સૌપ્રથમ શ્રુતિ શેટ્ટી નામથી સોશિયલ મીડિયા (ટેલિગ્રામ અને વોટ્સએપ) પર યુવકનો સંપર્ક કરી તેની સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે 'પીયુ પ્રાઈમ' (PU Prime) નામની ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવીને યુવકનો વિશ્વાસ જીતી લીધો હતો. ફેક વેબસાઈટ બનાવી ટ્રેડિંગમાં નફાની લાલચ આપી યુવકને સંપૂર્ણપણે વિશ્વાસમાં લીધા બાદ, સાયબર માફિયાઓએ પોતાના ષડયંત્રનો બીજો તબક્કો શરૂ કર્યો. તેઓએ પીયુ પ્રાઈમ નામની એક નકલી (બોગસ) વેબસાઈટ બનાવીને તેની લિંક યુવકને મોકલી આપી. ઠગબાજોએ યુવકને આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું અને તેના નામે એક આઈડી જનરેટ કર્યું. આ વેબસાઈટ મારફતે ફોરેક્સ ટ્રેડિંગ કરવાથી ટૂંકાગાળામાં ખૂબ મોટો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. 13 બેંક ખાતામાં 58.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા વધુ નફો કમાવવાની આંધળી દોટમાં યુવકે ઠગબાજોના કહેવા મુજબ રકમ જમા કરાવવાનું શરૂ કર્યું હતું. સાયબર માફિયાઓએ યુવક પાસે અલગ-અલગ 13 બેન્ક ખાતાઓમાં કુલ 58.50 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. રકમ ટ્રાન્સફર થઈ ગયા બાદ ભેજાબાજોએ નફો તો દૂર, મૂળ રકમ પણ પરત કરી ન હતી. અંતે, યુવકને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે ગતરોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ:પ્રભારી મંત્રી ઠાકોરે લોકાર્પણ કર્યું; રાજ્યપાલ અને CM વર્ચ્યુઅલી જોડાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં દયામયી માતા સ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો:21 રક્તદાતાઓએ માનવસેવામાં યોગદાન આપ્યું, 'હર ઘર એક પેડ'નો સંદેશ પણ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment