Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં તમાકુ વેચનારા, ધુમ્રપાન કરનારાને દંડ કરાયા:આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સે 5800 રૂપિયાનો દંડ વસૂલ્યો

    23 घंटे पहले

    ધરમપુર તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જાહેરમાં ધુમ્રપાન કરનાર એક વ્યક્તિ અને તમાકુ વેચતા ૨૮ દુકાનદારો સહિત કુલ ૨૯ લોકો પાસેથી ૫૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ કાર્યવાહી સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમાકુ અને તેની બનાવટોના બિનઅધિકૃત વેચાણ પર અંકુશ લાવવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની સ્ટીયરિંગ કમિટી દ્વારા ધરમપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં પાનના ગલ્લા અને પાર્લર સહિત કુલ ૨૯ કેસ નોંધાયા હતા અને ૫૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગના પી.સી. રણજીતસિંહ અને વસંતભાઈ પગોર, તેમજ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલના કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ, સોશિયલ વર્કર એ.એ. પટેલ અને ટી.એમ.પી.એચ.એસ. નિરવભાઈ કેદારીયા સામેલ હતા. ટાસ્ક ફોર્સ દ્વારા વિક્રેતાઓને કાયદાકીય જોગવાઈઓ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું. તેમને કલમ-૪ હેઠળ જાહેરમાં ધુમ્રપાન પર પ્રતિબંધ, કલમ-૬(અ) હેઠળ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ, અને કલમ-૬(બ) હેઠળ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિક્રેતાઓને "તમાકુથી કેન્સર થાય છે" અને "૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધિત છે" જેવી આરોગ્ય વિષયક સમજ પણ આપવામાં આવી હતી. તેમને તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોના છૂટક વેચાણ પર પણ પ્રતિબંધ હોવાની સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં કલાથી મહાદેવની કઠોર ભક્તિ:સતત 3 વર્ષથી 30 દિવસમાં બનાવે છે ભોળાનાથના 30 પેઈન્ટિંગ, યુવા પેઈન્ટરની અનોખી શિવભક્તિ
    Next Article
    મહેસાણામાં 500ની બનાવટી નોટોનું રેકેટ ઝડપાયું:CDMમાં નકલી નોટો જમા થઈ, કલર પ્રિન્ટરથી 1.25 લાખથી વધુની ફેક કરન્સી છાપનાર વિસનગરના 3 અને વિજાપુરના એક યુવકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment