Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાં કલાથી મહાદેવની કઠોર ભક્તિ:સતત 3 વર્ષથી 30 દિવસમાં બનાવે છે ભોળાનાથના 30 પેઈન્ટિંગ, યુવા પેઈન્ટરની અનોખી શિવભક્તિ

    1 day ago

    શ્રાવણ માસમાં ભગવાન શિવ પ્રત્યેની ભક્તિની અનોખી અભિવ્યક્તિ અમદાવાદમાં જોવા મળી રહી છે. શહેરની જાણીતી અમદાવાદની ગુફામાં આર્ટિસ્ટ જય પ્રજાપતિનું સોલો આર્ટ એક્ઝિબિશન યોજાયું છે. 18થી 23 ઓગસ્ટ સુધી યોજાનારા આ પ્રદર્શનમાં મહાદેવના 30 અલગ-અલગ સ્વરૂપો અને ભાવોને ચારકોલ તથા એક્રેલિક પેઇન્ટિંગ દ્વારા કેનવાસ પર સાકાર કરવામાં આવ્યા છે. 28 વર્ષીય જય પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી ચારકોલ પેઇન્ટિંગ સાથે જોડાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ શ્રાવણ માસ દરમિયાન 30 દિવસમાં મહાદેવના 30 અલગ-અલગ સ્વરૂપો કેનવાસ પર કંડારે છે. આ વર્ષે આ જ શ્રેણીને પ્રદર્શનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. યુવા પેઈન્ટરના ચિત્રોની ખાસિયત માત્ર મહાદેવના સ્વરૂપ સુધી સીમિત નથી. દરેક ચિત્રમાં ભગવાન શિવના અલગ ભાવ અને અભિવ્યક્તિ જોવા મળે છે. માનવીના ચહેરા પર ખુશી, દુઃખ, શાંતિ કે રૌદ્રતા પ્રમાણે ભાવ બદલાય છે, તેવી જ રીતે જયે પોતાના કેનવાસ પર મહાદેવના ચહેરા પર વિવિધ લાગણીઓને રજૂ કરી છે. જય મહાદેવના ઉપાસક છે. તેમના માટે આ પ્રદર્શન માત્ર કળાનું પ્રદર્શન નહીં, પરંતુ ચિત્રોના માધ્યમથી શિવ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો પ્રયાસ છે. ચારકોલની કાળી રેખાઓ, શેડિંગ અને એક્રેલિકના રંગોના સંયોજનથી ચિત્રકાર દ્વારા મહાદેવના વિવિધ સ્વરૂપોને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રાવણની ભક્તિ અને કલાનો સંગમ કરતું આ પ્રદર્શન કલા રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના ભીમા ગામે વાંદરાનો આતંક, 4 પર હુમલો.:દિવ્યાંગ મહિલા ઘાયલ; વન વિભાગે સુતળી બોમ્બ ફોડી ભગાડવાની સલાહ આપી
    Next Article
    ધરમપુરમાં તમાકુ વેચનારા, ધુમ્રપાન કરનારાને દંડ કરાયા:આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સે 5800 રૂપિયાનો દંડ વસૂલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment