Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં 500ની બનાવટી નોટોનું રેકેટ ઝડપાયું:CDMમાં નકલી નોટો જમા થઈ, કલર પ્રિન્ટરથી 1.25 લાખથી વધુની ફેક કરન્સી છાપનાર વિસનગરના 3 અને વિજાપુરના એક યુવકની ધરપકડ

    22 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ₹500ના દરની બનાવટી ચલણી નોટો ચલાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિસનગરના એક યુવકે લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી ₹1.25 લાખથી વધુની નકલી નોટો છાપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીન (CDM)માં ₹500ની 26 નકલી નોટો એટલે કે કુલ ₹13 હજારની ફેક કરન્સી જમા થતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત CDMમાં 26 નકલી નોટો મળી આવતા તપાસ શરૂ કરાઈ વિજાપુર શહેરની વિસનગર રોડ પર આવેલી HDFC બેંકના મેનેજર સંદિપ ભટ્ટની ફરિયાદ મુજબ, 14 ઓગસ્ટ 2026ના રોજ બેંકના CDMમાંથી ₹500ના દરની 26 બનાવટી નોટો મળી આવી હતી. એક ગ્રાહકે પોતાની પત્નીના ખાતામાં ₹50 હજાર જમા કરાવવા માટે ₹500ની 100 નોટો CDMમાં મૂકી હતી. મશીને કેટલીક નોટો રિજેક્ટ કરતાં ગ્રાહકના ખાતામાં માત્ર ₹37 હજાર જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે બેંક કર્મચારીઓને જાણ કરતાં સાંજે CDM ખોલીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ₹500ની 26 નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગ્રાહકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ રોકડ રકમ તેમને તેમના મામાના દીકરા ફેનીલ પટેલ પાસેથી મળી હતી. ફેનીલની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે ત્રણ-ચાર મહિના અગાઉ પોતાના મિત્ર અવિ પટેલને ઉછીના પૈસા આપ્યા હતા. ગત 13 ઓગસ્ટે અવિ પટેલે ફેનીલને ₹6 લાખ પરત આપ્યા હતા. આ રકમમાંથી ફેનીલે ગ્રાહકને ₹1 લાખ આપ્યા હતા. આ કડીના આધારે પોલીસે તપાસનો દોર વિસનગરના અવિ પટેલ સુધી લંબાવ્યો હતો. દેવામાં ડૂબેલા અવિએ ફેક નોટોનો સહારો લીધો અવિ પટેલની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અવિએ વ્યાજવટાવ અને શેરબજારનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં ભારે દેવું થઈ જતાં લોકો ઉઘરાણી કરવા લાગ્યા હતા. પોલીસ તપાસ મુજબ, તેના દાદાએ મકાન ગીરો મૂકી ₹15 લાખની રોકડ રકમ મેળવી હતી. મિત્રોના પૈસા ચૂકવ્યા બાદ ફેનીલને ₹6 લાખ આપવાના હતા. આ દરમિયાન પૈસા બચાવવા માટે અવિએ તેના મિત્ર જય ગોસ્વામીની મદદ લીધી હતી. ₹40 હજારના બદલામાં ₹1 લાખની નકલી નોટો આપવાની વાત જય ગોસ્વામીએ અવિને જણાવ્યું હતું કે તેની ઓળખમાં એક વ્યક્તિ છે, જે ₹40 હજારની સામે ₹1 લાખની ₹500ની નકલી નોટો આપતો હતો. ત્યારબાદ જય ગોસ્વામીએ વિસનગરના આદિલ કુંભાર પાસેથી ₹30 હજારની નકલી નોટો એટલે કે ₹500ના દરની 60 નોટો માત્ર ₹7 હજાર રોકડા આપીને મેળવી હતી. 13 ઓગસ્ટે અવિ પાસેથી પૈસા મળ્યા બાદ જય ગોસ્વામી અને રાધે પટેલે સાચી ₹500ની નોટોના ₹50 હજારના બંડલમાં 26 નકલી નોટો ભેળવી દીધી હતી. આ બંડલ અવિએ ફેનીલને આપ્યું હતું અને ત્યારબાદ ફેનીલ મારફતે નકલી નોટો ભોગ બનનાર ગ્રાહકના હાથે HDFC બેંકના CDM સુધી પહોંચી હતી. લેપટોપ અને કલર પ્રિન્ટરથી ₹1.25 લાખથી વધુની નકલી નોટો છાપી પોલીસે આદિલ શકીલભાઈ કુંભારની ધરપકડ કરી પૂછપરછ કરતાં સમગ્ર રેકેટનો મુખ્ય ખુલાસો થયો હતો. પોલીસ મુજબ, આદિલે જુલાઈ 2025માં પોતાના લેપટોપમાં ગૂગલ પરથી ₹500ની નોટનું ફોર્મેટ ડાઉનલોડ કર્યું હતું. ત્યારબાદ કલર પ્રિન્ટરની મદદથી કાગળ પર નોટની કલર પ્રિન્ટ કાઢીને તેણે ₹1.25 લાખથી વધુ મૂલ્યની બનાવટી નોટો તૈયાર કરી હતી. આમાંથી કેટલીક નોટો બજારમાં ચલાવી દેવામાં આવી હતી, જ્યારે બાકી રહેલી ₹30 હજારની નકલી નોટો તેણે જય ગોસ્વામીને ₹7 હજારના બદલામાં વેચી હતી. રાજસ્થાન ભાગેલા ચારે આરોપીઓની પોલીસે ધરપકડ કરી બનાવટી નોટો બેંકના CDMમાં ઝડપાઈ ગઈ હોવાની અને પોલીસ તપાસ શરૂ થઈ હોવાની જાણ થતાં જય ગોસ્વામી સહિતના આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા. જો કે પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ તેમની પાસે બચેલી અન્ય બનાવટી ચલણી નોટો રાજસ્થાનમાં સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વિજાપુર પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 173 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે BNSની કલમ 178, 179, 180 અને 54 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કેસમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ આદિલ શકીલભાઈ અકબરભાઈ કુંભાર, જૈનિમકુમાર ઉર્ફે જય મનિષનાથ ગોસ્વામી, અવિ રાકેશકુમાર ભાખરીયા અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે નકલી નોટોના સ્ત્રોત, અગાઉ કેટલી નોટો બજારમાં ચલાવવામાં આવી અને રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં તમાકુ વેચનારા, ધુમ્રપાન કરનારાને દંડ કરાયા:આરોગ્ય વિભાગની ટાસ્ક ફોર્સે 5800 રૂપિયાનો દંડ વસૂલ્યો
    Next Article
    ICC Verdict Sparks Relief In Pakistan, Gaddafi Stadium Cleared

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment