Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પોર્ટ્સ બાઇક પર 58 મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, CCTV:3ની ધરપકડથી શાતિર ભેજાબાજીનો પર્દાફાશ, સ્પેરપાર્ટ્સ કાઢી રિપેરિંગના મોબાઇલમાં ફિટ કરતો; IMEI ટ્રેસિંગથી બચવા નવો કીમિયો અપનાવ્યો

    1 day ago

    સુરતમાં રાહદારીઓ અને વાહનચાલકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સામે સિંગણપોર પોલીસે લાલ આંખ કરી છે. નંબર પ્લેટ વિનાની હાઇસ્પીડ સ્પોર્ટ્સ બાઇક પર સ્નેચિંગ આચરતા બે રીઢા ગઠિયા સહિત ચોરીના મોબાઈલ ખરીદી તેના સ્પેરપાર્ટ્સ વેચતા સ્થાનિક દુકાનદારને પોલીસે દબોચી લીધો છે. ત્રિપુટી પાસેથી કુલ 58 મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. CCTV ફૂટેજથી પર્દાફાશ, વોચ ગોઠવી વિજયરાજ સર્કલથી દબોચ્યા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બાઇક પર આવી મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. અગાઉ બનેલા બનાવોમાં આ બાઇક સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર શહેરની પોલીસ આ ગેંગની શોધમાં હતી. દરમિયાન સિંગણપોર પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ બાઇક વિજયરાજ સર્કલ પાસેથી પસાર થવાની છે. પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવી નંબર પ્લેટ વિનાની સ્પોર્ટ્સ બાઇક સાથે રોહિત દિનેશ યાદવ અને સત્યમ રાજકુમાર ઝાને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. 58 ફોન આંચક્યાની કબૂલાત, જોળવાના સાગરીતનું નામ ખૂલ્યું પોલીસે રોહિત અને સત્યમ પાસેથી તાત્કાલિક 3 મોબાઈલ ફોન અને રૂ. 2 લાખની કિંમતની સ્પોર્ટ્સ બાઇક કબજે કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. આરોપીઓએ પોપટની જેમ કબૂલાત કરી હતી કે તેઓ પોતાના ત્રીજા સાગરીત અર્જુન યાદવ (રહે. જોળવા, પલસાણા) સાથે મળીને છેલ્લા માત્ર દોઢ મહિનામાં 58 જેટલા મોબાઈલ ફોન સ્નેચ કરી ચૂક્યા છે. મહાદેવ મોબાઈલનો સંચાલક ચોરીના ફોન ખરીદતો હતો ઝડપાયેલા બંને ગઠિયાઓએ આંચકેલા તમામ મોબાઈલ ફોન સિંગણપોર સ્થિત નવનાથના ખાડા વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલના દુકાનદાર રમેશ ભગારામ પ્રજાપતિ (રહે. જમનાપાર્ક, કોઝવે રોડ)ને સસ્તા ભાવે વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દુકાનદાર રમેશ પ્રજાપતિની અટકાયત કરી તેની પાસેથી વધુ 55 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. IMEI ટ્રેસ ન થાય તે માટે પાર્ટ્સ કાઢી ગ્રાહકોના ફોનમાં ફીટ કરતો પોલીસ પૂછપરછમાં દુકાનદાર રમેશની અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સામાન્ય રીતે ચોરીનો આખો મોબાઈલ વેચવામાં આવે તો પોલીસ IMEI નંબર ટ્રેસ કરીને ગણતરીના દિવસોમાં પહોંચી જતી હોય છે. આ જોખમથી બચવા દુકાનદાર રમેશ ચોરીના ફોન આખેઆખા વેચતો નહોતો. તે આ ફોન ખોલીને ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને આઈસી જેવા કિંમતી સ્પેરપાર્ટ્સ કાઢી લેતો અને પોતાની દુકાને રિપેરિંગ માટે આવતા અન્ય ગ્રાહકોના ફોનમાં તે લગાવી રોકડી કરી લેતો હતો. હાલ પોલીસે ફરાર સાગરીત અર્જુન યાદવને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સસ્તામાં iPhone 18-પ્રો લેવો હોય તો દુબઈ પહોંચી જાવ:ભારત કરતાં ₹33,000 સસ્તો, ફ્લાઇટ-વિઝાના ખર્ચા પછી પણ પૈસા બચશે, સમજો સંપૂર્ણ ગણિત
    Next Article
    વલસાડના ચણવઈમાં મધમાખી પાલનનો તાલીમ કાર્યક્રમ યોજાયો:100 ખેડૂતો અને 63 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, આવક વધારવા અપાયું માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment