Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ચણવઈમાં મધમાખી પાલનનો તાલીમ કાર્યક્રમ યોજાયો:100 ખેડૂતો અને 63 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, આવક વધારવા અપાયું માર્ગદર્શન

    1 day ago

    વલસાડ જિલ્લાના ખેડૂતોને મધમાખી પાલન અંગે વ્યવહારુ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવા માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વલસાડ તાલુકાના ચણવઈ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગોમાં યોજાયો હતો. જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા આ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં જિલ્લાના આશરે 100 ખેડૂતોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, આણંદ અને ભરૂચની એગ્રીકલ્ચર કોલેજની કુલ 63 વિદ્યાર્થિનીઓએ પણ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન બાગાયત વિભાગ દ્વારા મધમાખી પાલન માટે અપાતી વિવિધ સહાય અને સરકારી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી અપાઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મધમાખી પાલન અંગે ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મધમાખીનો ખોરાક, રાણી મધમાખી અને કામદાર મધમાખીની ભૂમિકા વિશે સમજાવવામાં આવ્યું. મધમાખી ઉછેરથી થતી પ્રવૃત્તિઓ અને તેમાંથી મેળવી શકાય તેવી આવક અંગે પણ વિગતવાર સમજ અપાઈ. વલસાડ તાલુકાના ફણસવાડા ગામની મનમોહન એપીયરીના મનમોહન બી. પટેલે મધમાખી પાલનમાં ઉપયોગી સાધનોનું સીધું નિદર્શન કર્યું. તેમણે બોક્સ, હાઈવ અને હની એક્સટ્રેક્ટર સહિતના સાધનો બતાવી ખેડૂતોને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. નાયબ બાગાયત નિયામક નિકુંજ એન. પટેલે જણાવ્યું કે, મધમાખી પાલન દ્વારા ખેડૂતો મધ ઉપરાંત વિવિધ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કરીને વધારાની આવક મેળવી શકે છે. મધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી અને તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું તે અંગે પણ માહિતી આપવામાં આવી. ધરમપુર તાલુકાના આવધા ગામના ખેડૂત ગમનભાઈ દળવીએ કહ્યું કે, તાલીમ દરમિયાન મધમાખી કેટલા સમયમાં મધનું ઉત્પાદન કરે છે, પોલીનેશનની પ્રક્રિયા અને રાણી મધમાખીની ઓળખ અંગે તેમને ઉપયોગી માહિતી મળી છે. ભરૂચ એગ્રીકલ્ચર કોલેજની વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, 15 દિવસની કૌશલ્યવર્ધન તાલીમ દરમિયાન ફ્લોરીકલ્ચર અને મધમાખી પાલન અંગે મેળવેલી માહિતી તેમના અભ્યાસ માટે ઘણી ઉપયોગી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ બાઇક પર 58 મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, CCTV:3ની ધરપકડથી શાતિર ભેજાબાજીનો પર્દાફાશ, સ્પેરપાર્ટ્સ કાઢી રિપેરિંગના મોબાઇલમાં ફિટ કરતો; IMEI ટ્રેસિંગથી બચવા નવો કીમિયો અપનાવ્યો
    Next Article
    મોબાઈલ ફોન વેચવાના બહાને વેપારી સાથે છેતરપિંડી:ગોમતીપુરમાંથી ત્રણ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ, કંપનીનું ઈ-મેલ હેક કરી ₹2.07 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment