Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તામાં iPhone 18-પ્રો લેવો હોય તો દુબઈ પહોંચી જાવ:ભારત કરતાં ₹33,000 સસ્તો, ફ્લાઇટ-વિઝાના ખર્ચા પછી પણ પૈસા બચશે, સમજો સંપૂર્ણ ગણિત

    1 day ago

    આઈફોન 18 પ્રો અને પ્રો મેક્સ ખરીદવાનો ક્રેઝ કેટલો છે, તેનો અંદાજ તો તમે ભારતમાં એપલ સ્ટોર પર લાઈનમાં ઊભેલા લોકોને જોઈને લગાવી શકો છો. એટલું જ નહીં, આ વખતે એપલ ફેન્સ માટે આ શોપિંગ ટ્રિપ ઇન્ટરનેશનલ બની ગઈ છે. લોકો આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સ ખરીદવા માટે દુબઈ જઈ રહ્યા છે, કારણ કે ભારત અને UAEની કિંમતોમાં મોટો તફાવત છે. ખરીદદારોનું કહેવું છે કે ફ્લાઇટ ટિકિટ અને વિઝાનો ખર્ચ ઉમેર્યા પછી પણ દુબઈથી આઈફોન ખરીદવો સસ્તો પડી રહ્યો છે. ભારતમાં આઈફોન પ્રોની શરૂઆતની કિંમત 1.65 લાખ રૂપિયા છે, જ્યારે ફ્લાઇટ ટિકિટ અને વિઝા ફી પછી પણ સસ્તો પડી રહ્યો છે 18 સપ્ટેમ્બરે જ્યારે દુબઈ મોલના એપલ સ્ટોરમાં નવા આઇફોનનું વેચાણ શરૂ થયું, ત્યારે ભારતીય ખરીદદારોએ આ જ ગણતરી કરી. આઇફોન દુબઈમાં સસ્તો કેમ છે? દુબઈમાં આઇફોન સસ્તો હોવાનું મુખ્ય કારણ કરમાં રહેલો તફાવત છે. UAEમાં સ્માર્ટફોન પર માત્ર 5% વેટ લાગે છે, જ્યારે ભારતમાં ભારે કર અને આયાત-ડ્યૂટીના કારણે કિંમતો ઘણી વધી જાય છે. ₹1.5 લાખથી મોંઘા પ્રીમિયમ ફોન પર આ જ ટેક્સનો તફાવત સીધી રીતે ₹30,000થી ₹40,000 સુધીની બચત બની જાય છે. ખાસ વાત એ છે કે આ તફાવત કોઈ જૂના મોડલનો નહીં, પરંતુ બંને દેશોમાં વેચાતા બિલકુલ એકસરખા નવા પ્રો મોડલ્સનો છે. ક્રોસ-બોર્ડર પ્રાઇસિંગની ખરીદદારો પર અસર એરટેલ ડિજિટલના માર્કેટિંગ મેનેજર અભિષેક થોમસના જણાવ્યા મુજબ, કિંમતોનો આ તફાવત દર્શાવે છે કે ભાવ માત્ર એ નક્કી કરતા નથી કે લોકો શું ખરીદશે, પરંતુ એ પણ નક્કી કરે છે કે તેઓ ખરીદી ક્યાંથી કરશે. તેમણે જણાવ્યું કે જો કોઈ ફરવા સાથે દુબઈથી આઇફોન પણ ખરીદી લાવે, તો આ ફાયદાકારક સોદો બની જાય છે. જોકે, ભારત લાવતી વખતે કસ્ટમ્સના નિયમો અને ટેક્સમાં મળતી છૂટની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. આઇફોન 18-પ્રો અને પ્રો-મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી એપલે 9 સપ્ટેમ્બરે પોતાના પ્રથમ ફોલ્ડેબલ ફોન સાથે આઇફોન 18-પ્રો અને આઇફોન 18-પ્રો મેક્સ પણ લોન્ચ કર્યા હતા. આ આઇફોનના પ્રથમ પ્રીમિયમ ફોન છે જેમાં 48 મેગાપિક્સલના ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં મુખ્ય કેમેરા, ટેલિફોટો કેમેરા અને અલ્ટ્રાવાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. એપલે દાવો કર્યો છે કે એક વાર ચાર્જ કર્યા બાદ 18-પ્રો 24 કલાક અને 18-પ્રો મેક્સ 30 કલાક સુધી ચાલશે. આ અત્યાર સુધીનો સૌથી વધુ બેટરી બેકઅપ છે. ફોન માત્ર 15 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. -------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હીથી મુંબઈ સુધી, iPhone 18 લેવા માટે લાંબી લાઈન લાગી:મુંબઈ, દિલ્હી અને બેંગલુરુના સ્ટોર્સ પર લાગી રાતથી જ લાંબી લાઈન; એક ગ્રાહકે કહ્યું- રાત્રે 10 વાગ્યાથી જ લાઇનમાં છું ભારતમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરથી એપલના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન આઇફોન 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. દેશભરના એપલ સ્ટોર્સ અને અધિકૃત રિટેલર્સની બહાર નવા આઇફોનને સૌથી પહેલાં ખરીદવા માટે ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. લૉન્ચના દિવસે એપલના રિટેલ સ્ટોર્સ નિર્ધારિત સમય કરતાં વહેલા એટલે કે સવારે 8 વાગ્યે ખોલી દેવામાં આવ્યા. ભારતમાં એપલના કુલ 6 રિટેલ સ્ટોર છે. મુંબઈમાં બે, જ્યારે દિલ્હી, નોઇડા, બેંગલુરુ અને પુણેમાં એક-એક સ્ટોર છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    WATCH: Clavicular's Best Friend Drago Assaults MiaMaxxed Live On Stream
    Next Article
    સ્પોર્ટ્સ બાઇક પર 58 મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, CCTV:3ની ધરપકડથી શાતિર ભેજાબાજીનો પર્દાફાશ, સ્પેરપાર્ટ્સ કાઢી રિપેરિંગના મોબાઇલમાં ફિટ કરતો; IMEI ટ્રેસિંગથી બચવા નવો કીમિયો અપનાવ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment