Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ:વાસ્મોના પૂર્વ એન્જિનિયર મોહસીન મન્સુરી ઝડપાયા, કુલ 58 આરોપી પકડાયા

    2 days ago

    મહીસાગર જિલ્લામાં નલ સે જલ કૌભાંડ મામલે CID ક્રાઈમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. વાસ્મો કચેરીના પૂર્વ આઉટસોર્સિંગ મિકેનિકલ એન્જિનિયર મોહસીન ગનીભાઈ મન્સુરીને ઝડપી લેવાયા છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે મોહસીન મન્સુરીએ 1 સપ્ટેમ્બર 2021થી એપ્રિલ 2023 સુધી મહીસાગર વાસ્મો કચેરીમાં આઉટસોર્સિંગ મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેના પર 8 લાખ 60 હજાર રૂપિયાની રકમ લેવાનો આરોપ છે. નલ સે જલ યોજના હેઠળ થયેલી ગેરરીતિઓની CID ક્રાઈમ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ મામલે કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ભૂમિકા પણ સામે આવી છે. આ કેસમાં CID ક્રાઈમે અગાઉ પણ ઘણા આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. મોહસીન મન્સુરીની ધરપકડ સાથે અત્યાર સુધીમાં કુલ 58 આરોપીઓને પકડવામાં આવ્યા છે. નલ સે જલ કૌભાંડમાં CID ક્રાઈમની તપાસ હજુ ચાલુ છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા અને ધરપકડ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જાદરમાં મુઘણેશ્વર મહાદેવનો મેળો પૂર્ણ, પંચાયતને 57.60 લાખની આવક:ત્રણ દિવસમાં 7 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, 30 ટ્રેક્ટર કચરો નીકળ્યો
    Next Article
    આંદોલનની ચીમકી આપ્યા બાદ માત્ર રજુઆત !:રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપાને વધુ પખવાડિયાનો સમય આપ્યો, કહ્યું- 151% ભ્રષ્ટાચાર થયો હોય રિપોર્ટ જાહેર કરાતો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment