Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાદરમાં મુઘણેશ્વર મહાદેવનો મેળો પૂર્ણ, પંચાયતને 57.60 લાખની આવક:ત્રણ દિવસમાં 7 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, 30 ટ્રેક્ટર કચરો નીકળ્યો

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદરમાં આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલો ત્રિદિવસીય મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે. આ મેળામાંથી પંચાયતને સ્ટોલની જગ્યા ફાળવવા બદલ 57.60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જોકે, મેળાના સ્થળેથી 30 ટ્રેક્ટર જેટલો કચરો પણ નીકળ્યો હતો, જેને ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવ્યો હતો. જાદર ગ્રામ પંચાયતના તલાટી છાયાબેન પટેલે જણાવ્યું હતું કે, મુઘણેશ્વર મહાદેવનો મેળો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રણ દિવસ માટે જાદર ગામમાં યોજાય છે. આ વર્ષે ત્રણ દિવસ દરમિયાન મેળામાં અને મંદિરે મળીને અંદાજે 7 લાખથી વધુ લોકોએ દાદાના દર્શન કર્યા હતા અને મેળાની મજા માણી હતી. આ ત્રિદિવસીય મેળામાં 458 અલગ અલગ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આઠ મોટી રાઇડ્સ, મોતનો કૂવો અને બાળકો માટે 40થી વધુ નાની ચકડોળ પણ મૂકવામાં આવી હતી. આ મેળાને કારણે જાદર ગ્રામ પંચાયતને કુલ 57,60,000 રૂપિયાની અંદાજિત આવક થઈ છે. ત્રણ દિવસના મેળા દરમિયાન પ્લાસ્ટિક સહિતનો ઘણો કચરો એકઠો થયો હતો. આ કચરો રોજ સવારે ટ્રેક્ટર દ્વારા દૂર કરવામાં આવતો હતો. કુલ ત્રણ દિવસમાં 30 જેટલા ટ્રેક્ટર કચરો એકઠો કરીને ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવ્યો હતો. જાદર ગામે યોજાયેલા શ્રી મુઘણેશ્વર મહાદેવના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાદર ગ્રામ પંચાયત દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન ફ્રી-પાર્કિંગ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા, ફાયર બ્રિગેડ, મંડપમાં લાઈટ, પીવાનું પાણી, સફાઈ અને અન્ય જાહેર સુવિધાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. દૂરના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ બસોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળાના ત્રીજા દિવસે સમગ્ર આયોજન જાદર ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી છાયાબેન પટેલ, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ, વહીવટી તંત્ર અને સેવાભાવી કાર્યકરોના સાથ-સહકારથી આ મેળો શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. લાખોની સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓને સમયસર તમામ જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા સારા આયોજનની ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ब्यूटी एक्सपर्ट भारती तनेजा ने बताया चेहरे पर 15 द‍िन में ग्‍लो लाने का तरीका, बस इस तरह लगाएं कच्‍चा दूध
    Next Article
    મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ:વાસ્મોના પૂર્વ એન્જિનિયર મોહસીન મન્સુરી ઝડપાયા, કુલ 58 આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment