Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાંગલિયા શાલના 57 કારીગરોને GI પ્રમાણપત્ર મળ્યા:સુરેન્દ્રનગરની કળાને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા મળી

    12 hours ago

    અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે 16 માર્ચના રોજ "IP યાત્રા" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા અને સ્થાપત્ય કલાના કારીગરો માટે મહત્વના નિર્ણયો લેવાયા. ભારત સરકારના પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સના કન્ટ્રોલર જનરલ (CGPDTM) ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં આ કળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્રો એનાયત કરાયા. સુરેન્દ્રનગરની પ્રસિદ્ધ ટાંગલિયા શાલના 57 કુશળ કારીગરોને ડૉ. પંડિત દ્વારા 'GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર' આપવામાં આવ્યું. પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આ માન્યતા કારીગરોની પરંપરાગત વણાટ કળાને નકલખોરોથી બચાવશે અને તેમના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદરૂપ થશે. આ ઉપરાંત, ભાનુભાઈ ચિતારાના પ્રતિનિધિત્વ હેઠળ 'માતા ની પછેડી' કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ તેમની કળાના સંરક્ષણ માટે સન્માનિત કરાયા. કાર્યક્રમમાં સુરત ડાયમંડ એસોસિએશનને 'સુરત કટ' માટે GI સર્ટિફિકેટ પણ એનાયત કરાયું, જે હીરા ઉદ્યોગની કુશળતાને વૈશ્વિક માન્યતા આપે છે. ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું હતું કે ભારત પાસે સદીઓ જૂનું પરંપરાગત જ્ઞાન અને વારસો છે. સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓની વંશપરંપરાગત કળાઓ ભારતની સાચી સંપત્તિ છે. તેમણે ઉમેર્યું કે GI ટેગ માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ તે ઉત્પાદકો અને કારીગરોના આર્થિક કલ્યાણનું સબળ માધ્યમ છે. EDIIના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ આ પ્રક્રિયામાં સંસ્થાના સંપૂર્ણ ટેકનિકલ અને માર્ગદર્શક સહયોગની ખાતરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા માટે આ આયોજન બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સ્થાનિક હસ્તકલા અને શિલ્પકલાને વિશ્વના નકશા પર અંકિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લાના પથ્થર કલાકારો અને વણકરોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્લેટફોર્મ મળશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 40 નાયબ મામલતદારોની સામૂહિક બદલી:વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા કલેક્ટરનો આદેશ
    Next Article
    ડિંડોલી-ભેસ્તાન 2 કિમી રોડની બંને સાઈડ કચરાના ઢગલાં:દેશમાં સ્વચ્છતા માટે જાણીતું સુરત કચરાના થરમાં ખદબદતું દેખાયું, કમિશનરને આ ગંદકી ન દેખાઈ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment