Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સરસ્વતી શિશુમંદિરમાં 57 બાળકોના જન્મદિવસની ઉજવણી:ભારતીય સંસ્કાર પરંપરા મુજબ અગ્નિહોત્રમ અને પુષ્પવૃષ્ટિ સાથે આશીર્વાદ અપાયા

    4 days ago

    પાટણના શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે 23 જુલાઈ, 2026ના રોજ શિશુવાટીકા વિભાગના 57 બાળકોના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાભારતી ગુજરાતપ્રદેશ સંલગ્ન અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.સંસ્કારોની કેળવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં વંદના, અગ્નિહોત્રમ અને પુષ્પવૃષ્ટિ કરીને બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને જીવનમાં સારા આચરણ માટે નાના-નાના સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેજસ રાવળ એક પિતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની આ સંસ્કારલક્ષી ઉજવણી પ્રત્યે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણ ભૂતડીયા, પૂર્વ છાત્ર ડૉ. જય ધ્રુવ, સામાન્ય સભાના સભ્ય ભાનુભાઈ સોની, વિદ્યાલયના પ્રધાનાચાર્ય કિન્નરી પ્રજાપતિ અને વાલીગણ પણ હાજર રહ્યા હતા. જન્મદિવસ ધરાવતા બાળકોને અભિનંદન તાળીઓથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ સૌ પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટના:મોટા વરાછામાં ખાળકુવાનો સ્લેબ ધસી પડતા યુવક 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયો
    Next Article
    શિહોદ પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાયું:જિલ્લાવાસીઓને 40 કિલોમીટરનો ફેરાવો કાપવો પડશે; ત્રણ વર્ષમાં ત્રીજી વખત ધોવાણ; કરોડોનો ખર્ચ પાણીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment