Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્રનું આયોજન:પાલિકાએ પહેલીવાર પાર્કિંગ માટે 57 પ્લોટ ફાળવ્યા, 19 હજાર ટુ વ્હીલર પાર્ક થશે, વાહનોથી ભરચક અલકાપુરી, રાવપુરા સહિતના વિસ્તારોમાં એકેય નહીં

    2 days ago

    શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગના અભાવે વાહનચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી પાલિકાએ શહેરના ચારેય ઝોનમાં 57 જેટલા પ્લોટ્સ શોધી કાઢ્યા છે, જ્યાં નાગરિકો કોઈ ચાર્જ વગર વાહન પાર્ક કરી શકશે. પાલિકાના આયોજન મુજબ 57 પ્લોટ 53 હજાર ચો. મીટર વિસ્તારમાં ફેલાયેલા છે. તંત્રના અંદાજ મુજબ આ જગ્યા પર 17 હજારથી 19 હજાર ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. આ નિર્ણયથી રસ્તા પર થતા આડેધડ પાર્કિંગમાં ઘટાડો થશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે. 57 પૈકી 7 પ્લોટ પર પે એન્ડ પાર્ક માટે મૂક્યા છે,બાકીના 50 પ્લોટ પર નિઃશુલ્ક પાર્કિંગ કરી શકાશે. નોંધનીય છે કે, મ્યુ. કમિશનરે નવેમ્બર-2025માં હંગામી પાર્કિંગ પોલિસી જાહેર કરી સમિતિ રચવા નિર્ણય લીધો હતો. જેમાં સ્થાયીના અધ્યક્ષને સ્થાન આપવાનું નક્કી કરાયું છે. હવે પ્રતિબંધિત સ્થળે કે જાહેર માર્ગમાં યોગ્ય પાર્કિંગ નહીં કરો તો ઈ-મેમો મોકલાશે. આ જગ્યાએ ફ્રી પાર્કિંગ વાસણા - ભાયલી આજવા રોડ - વાઘોડિયા રોડ - ખોડિયારનગર માંજલપુર - તરસાલી - મકરપુરા - જાંબુઆ કારેલીબાગ - અમિતનગર - નિઝામપુરા છાણી - હરણી - ફતેગંજ - હાઈવે બાયપાસ અકોટા - ઓપી રોડ - દિવાળીપુરા - તાંદલજા વડીવાડી - અટલ બ્રિજ આ વિસ્તારમાં પાર્કિંગનો પ્રશ્ન છતાં પ્લોટ જાહેર ન કર્યા પાલિકાએ પાર્કિંગ માટે 50 પ્લોટ જાહેર કર્યા છે. જોકે શહેરના ચાર દરવાજા, રાવપુરા, અલકાપુરી, દાંડિયાબજાર, કીર્તિસ્તંભ, ચોખંડી પાણીગેટ તેમજ ફતેપુરા જેવા ટ્રાફિકથી ભરચક અને આડેધડ પાર્કિગની સમસ્યાથી ત્રસ્ત વિસ્તારમાં એકપણ પ્લોટની જાહેરાત કરી નથી. અલકાપુરી જેવા વિસ્તારમાં લોકોની ભારે અવર-જવર હોવા છતાં ત્યાં કોઇ પણ પ્લોટમાં નિઃશુલ્ક પાર્કિંગ જાહેર કર્યું નથી, જેને કારણે તંત્ર સામે સવાલો ઊભા થયા છે. આ 7 સ્થળે પાલિકા પાર્કિંગનો ચાર્જ લેશે પાલિકાએ જાહેર કરેલા 57 પ્લોટ પૈકી 7 પ્લોટ પર વાહન પાર્ક કરવા ચાર્જ ચૂકવવો પડશે. 1. અમિતનગર બ્રિજ નીચે 2. ફતેગંજ બ્રિજ નીચે 3. હરણી લેક ઝોન પાસે 4. ગોલ્ડન ચોકડી (હરણી-મોટનાથ પાસે) 5. તાંદલજા શાલિમાર ડુપ્લેક્સ (અકોટા-તાંદલજા રોડ) 6. સમા જલારામ મંદિર પાસે (ન્યૂ સમા રોડ) 7. ન્યૂ લહેરીપુરા રોડ (જૂના શહેર વિસ્તાર પાસે)
    Click here to Read More
    Previous Article
    ધાર્મિક યાત્રાના નામે ઠગાઈ:કથામાં મફત લઈ જવાની લાલચે 140 શ્રદ્ધાળુઓ સાથે 7 લાખની છેતરપિંડી લોકોએ સિદ્ધપુરના યુવકને પકડ્યો
    Next Article
    જુગારધામ પર દરોડો:રાણાવાવ શહેરમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment