Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:પીયજ કેનાલ પાસે કારમાં સટ્ટો રમતા કડી-મહેસાણાના 3 ઝડપાયા

    10 hours ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે પીયજ નર્મદા કેનાલ પાસે દરોડો પાડીને લક્ઝરી કારમાં બેસી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સો કડી અને મહેસાણા પંથકના હોવાનું સામે આવ્યું છે. કલોલ તાલુકા પોલીસની ટીમ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અનુસંધાને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સંજયજી બળદેવજી ઠાકોર નામનો શખ્સ પોતાની સફેદ રંગની સ્કોર્પિયો ગાડી (નંબર GJ-02-EK-1255) માં બેસીને પીયજ કેનાલ પાસે મોબાઈલ દ્વારા ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને ખાનગી વાહનમાં ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. ત્યાં સ્કોર્પિયોની ડ્રાઈવર સીટ પર બેઠેલા સંજયજી ઠાકોરને ઝડપી પાડી તેના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના સેમસંગ એસ-24 અલ્ટ્રા ફોનમાં ''''allpanelexch9.co '''' નામની વેબસાઈટ લોગીન જોવા મળી હતી, જેમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈપીએલ મેચ પર સોદો લગાવેલો હતો. પકડાયેલા આરોપી સંજયજીની પૂછપરછમાં અન્ય નામો ખુલ્યા છે,સંજયએ આ સટ્ટાનું આઈ.ડી. મનિષકુમાર મહેન્દ્રભાઈ પટેલ (રહે. બોરીસણા, કડી) પાસેથી મેળવ્યું હતું,મનિષકુમારને આ આઈ.ડી. ભાવેશભાઈ ઈશ્વરભાઈ રામી (રહે. કરણનગર, કડી) એ આપ્યું હતું,અને ભાવેશભાઈની તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે આ માસ્ટર આઈ.ડી. સુનિલભાઈ પટેલ (રહે. કડી) પાસેથી મેળવ્યું હતું. પોલીસે સ્થળ પરથી સંજયજીની સાથે મનિષકુમાર અને ભાવેશભાઈ રામીની પણ ધરપકડ કરી છે,પોલીસે આરોપીઓ પાસેથી સ્કોર્પિયો ગાડી,મોબાઈલ ફોન 3 નંગ,રોકડ રકમ સાથે કુલ ₹5,65,250 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કલોલ તાલુકા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે,
    Click here to Read More
    Previous Article
    ખડીયામાં આપના ઉમેદવારના પતિ, પૂર્વ સરપંચ સામે રાવ:ભાજપના કાર્યકર ભાઈઓને ઘરની‎બહાર ન નીકળવા ધમકી આપી‎
    Next Article
    રોગચાળાની ભીતિ સેવાઈ:સે-22માં 24 કલાક પાણીની લાઈનમાં ભંગાણથી ખાબોચિયાં ભરાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment