Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોગચાળાની ભીતિ સેવાઈ:સે-22માં 24 કલાક પાણીની લાઈનમાં ભંગાણથી ખાબોચિયાં ભરાયાં

    11 hours ago

    ગાંધીનગરના સેક્ટર 22માં નાખવામાં આવેલી 24 કલાક પાણીની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતુ. સતત વહેતા પાણીને કારણે રસ્તા પર ખાબોચિયા ભરાયા હતા, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. અગાઉ 2 વાર આ જ રીતે ભંગાણ થયું હતુ અને તંત્રને જાણ કરતા અહિંયા સમારકામ કરવામાં આવ્યું હતુ પરંતુ ત્રીજી વખત પાઇપલાઈનમાં ભંગાણ થયુ હતુ. ગાંધીનગર શહેરના સેક્ટર 22 માં પાણી પુરવઠાની વ્યવસ્થામાં ખામી સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા 24 કલાક પાણી પૂરું પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ સેક્ટર 22 ના અમુક ભાગોમાં આ લાઈનમાંથી પાણીનું લીકેજ શરૂ થયું હતુ. પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પાણી રસ્તા પર વહી રહ્યું હતુ. આ પાણી નીચાણવાળા ભાગોમાં જમા થતા ત્યાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘણા દિવસોથી પાણી ભરાયેલું રહેવાના કારણે તેમાંથી દુર્ગંધ આવી રહી હતી અને મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હતો. મચ્છરોની વધતી સંખ્યાને લીધે આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિકોને ડર છે કે જો આ પાણીનો નિકાલ નહીં થાય અને લીકેજ બંધ નહીં કરવામાં આવે, તો વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:પીયજ કેનાલ પાસે કારમાં સટ્ટો રમતા કડી-મહેસાણાના 3 ઝડપાયા
    Next Article
    ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 68 ટકા મતદાન:સૂર્ય તપતો ગયો ને, મતદાન મથકો પર સન્નાટો છવાતો રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment