Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડીયામાં આપના ઉમેદવારના પતિ, પૂર્વ સરપંચ સામે રાવ:ભાજપના કાર્યકર ભાઈઓને ઘરની‎બહાર ન નીકળવા ધમકી આપી‎

    9 hours ago

    જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે હનુમાનપરામાં રહેતા અને મજૂરી કામ કરતા 24 વર્ષીય રાહુલભાઈ જીતુભાઈ મકવાણા, તેનો નાનો ભાઈ વિશાલ અને પરિવાર ભાજપ સાથે સંકળાયેલ છે. 24 એપ્રિલ સુધી જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેના મિત્ર નરેશભાઈ ગરેણીયા સાથે ભાજપના પ્રચાર કાર્યમાં સક્રિય હતા. ગત તારીખ 25 એપ્રિલના રોજ વિશાલ જ્યારે ગામમાં ઈવીએમ મશીનનો ડેમો આપી મતદારોને જાગૃત કરી રહ્યો હતો, ત્યારે આ બાબત જિલ્લા પંચાયતની ડુંગરપુરની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પૂર્વ સરપંચ કાળાભાઈ હાજાભાઈ ભાદરકાના પત્ની ચૂંટણી લડતા હોય જેથી તેને પસંદ આવી ન હતી. જેનું મનદુઃખ રાખી, કાળાભાઈએ ફોન પર રાહુલ મકવાણાને ગાળો આપી ધમકી આપી હતી કે, 'તારો ભાઈ જે કામ કરે છે તે બંધ કરી દે, આ બધું સારું નથી લાગતું.' શનિવારે રાત્રિના જ્યારે રાહુલ મેંદરડા રોડ પર હતો, ત્યારે કાળાભાઈએ ફરી ફોન કરી ધમકી આપી હતી કે ચૂંટણીના દિવસે બંને ભાઈઓ ઘરની બહાર નીકળતા નહી અને તમારા ઘરમાં રહેજો આવી ધમકી આપી હતી. આ મામલે ભાજપ સાથે જોડાયેલા રાહુલ મકવાણાએ તેને અને તેના ભાઈને ચૂંટણીના દિવસે ઘરની બહાર ન નીકળવા અને મતદાનના અધિકારથી વંચિત રાખવા માટે ધમકી આપવા બદલ ગામના પૂર્વ સરપંચ વિરુદ્ધ રવિવારે ફરિયાદ કરતા તાલુકા પૂર્વ સરપંચ કાળાભાઈ ભાદરકા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘Was long due…’: 7,500 illegal structures razed in five-day drive in upscale Gurgaon
    Next Article
    પોલીસે 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:પીયજ કેનાલ પાસે કારમાં સટ્ટો રમતા કડી-મહેસાણાના 3 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment