Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5,600 આંબાની કલમોનું અત્યાર સુધી વિતરણ‎:સબસિડીની રાહ જોવી નહીં પડે, ચણવઈનું એક્સલેન્સ ખેડૂતોને ખરીદી સમયે 75% સુધીની ‘એટ-સોર્સ સહાય’

    एक दिन पहले

    ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અંતર્ગત કાર્યરત ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી દ્વારા સંચાલિત સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આ સેન્ટર આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ્સ પૂરા પાડવાની નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. સામાન્ય રીતે સરકારી યોજનાઓમાં સબસિડી ખેડૂતના ખાતામાં પાછળથી જમા થતી હોય છે, પરંતુ આ સેન્ટર ખાતે એટ-સોર્સ સહાય યોજના અમલમાં છે, જેમાં ખેડૂતે ખરીદી વખતે જ સહાય બાદ કરીને માત્ર વધતી રકમ ચૂકવવાની રહે છે. ઓછામાં ઓછા 2હજારના મૂલ્યની ખરીદી પર મળવાપાત્ર આ સુવિધાને કારણે ખેડૂતો પર આર્થિક બોજો પડતો નથી અને તેમનું રોકાણ એકદમ સરળ બને છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ઓછામાં ઓછી 2 હજારની ખરીદી કરવા પર સહાય મળવાપાત્ર રહેશે. સહાયના નિયત ધોરણ મુજબ, સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 5 હજાર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જ્યારે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ સહાય કુલ ખર્ચના 75% અથવા મહત્તમ 7500 પ્રતિ લાભાર્થીની મર્યાદામાં મળવાપાત્ર છે. ચાલુ વર્ષ દરમિયાન સેન્ટર દ્વારા ખેડૂતોને સમયસર વાવેતર સામગ્રી ઉપલબ્ધ કરાવી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ખેડૂતોને અંદાજે 5600 જેટલી ઉચ્ચ ગુણવત્તાવાળી આંબાની કલમો પૂરી પાડવામાં આવી છે. તેમજ શાકભાજી તથા ફૂલપાકના અંદાજે 2.30 લાખ તંદુરસ્ત ધરુનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવેલા બિયારણમાંથી સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજે 2.50 લાખ ધરુ તૈયાર થઈ રહ્યા છે, જે આગામી માસમાં વિતરણ પામશે. સેન્ટર દ્વારા શિયાળુ તથા આગામી ઋતુ માટે શાકભાજીના અંદાજે 5 થી 6 લાખ ધરુ તૈયાર કરવાનું આયોજન આગામી ડિસેમ્બર-જાન્યુઆરી માસ માટે કરવામાં આવ્યું છે. આ યોજનાનો સીધો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત નમૂનાની અરજી સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. જેમાં જમીનના દસ્તાવેજ, આધાર કાર્ડ અથવા રેશનકાર્ડની નકલ, જરૂરિયાત મુજબ ફોટોગ્રાફ દર્શાવતું ઓળખપત્ર અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની હોય છે. ગુજરાત સરકારના બાગાયત ખાતાનો આ પ્રયાસ માત્ર સબસિડી આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ખેડૂતોને ‘ઉત્પાદનથી બજાર’ સુધી સક્ષમ બનાવવાનો એક સાર્થક પ્રયાસ છે. ચણવઈ સેન્ટરથી મળતી આ સહાય દક્ષિણ ગુજરાતમાં બાગાયતી ખેતીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. વલસાડ જિલ્લાના ખેડૂતો સરકારની આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવવા માટે બગાયત વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેડૂત જરૂરી દસ્તાવેજો સાથે આ યોજનાનો લાભ લઇ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં 414 કર્મચારીની બદલી:પતિ-પત્ની સહિતની કૌટુંબિક રજૂઆતોને ધ્યાને લઈ નિર્ણય
    Next Article
    અઢી મહિના પહેલા થયેલા અકસ્માતના બનાવમાં વળાંક:બાઈકની પાછળ કાર ભટકાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર 2 પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment