Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરને રૂ. 414 કરોડના વિકાસકામોની ભેટ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા લોકાર્પણ-ખાતમુહૂર્ત

    11 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં રૂ. 413.81 કરોડના 46 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાજાવાલા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 17 કામોનું ઇ-ખાતમુહૂર્ત (રૂ. 320.59 કરોડ) અને 29 કામોનું ઇ-લોકાર્પણ (રૂ. 93.22 કરોડ) સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મજબૂત ફાઇનાન્સ મેનેજમેન્ટને કારણે સરકાર પાસે વિકાસના કામો માટે નાણાની કોઈ કમી નથી. આ વિકાસકામોમાં પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. 291 કરોડ ફાળવવાનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને પ્રવાસનને વેગ આપવા રૂ. 20 કરોડના ખર્ચે 'સર્વોદય વન' પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરાશે. શિક્ષણ ક્ષેત્રે ITI માં નવા ભવનોનું નિર્માણ થશે, જ્યારે RDSS યોજના હેઠળ રૂ. 20 કરોડના ખર્ચે વીજ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માધવપુર ઘેડના મેળાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રામનવમીથી શરૂ થતો આ મેળો પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સેતુ છે. પોરબંદરના ભવ્ય સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં રૂ. 2100 કરોડના કામો કરવામાં આવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, પોરબંદરને મોડેલ જિલ્લો બનાવવા સરકાર સતર્ક છે. તેમણે આગામી બજેટમાં રૂ. 100 કરોડના ખર્ચે 'રીજનલ સાયન્સ સેન્ટર'ની મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. વધુમાં, સ્ટ્રીટ લાઈટ માટે રૂ. 55 કરોડ અને છાયા આઈકોનિક રોડ માટે રૂ. 16 કરોડની ફાળવણીની વિગતો આપી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ 2001થી શરૂ થયેલી વિકાસ યાત્રાનો ચિતાર આપતા મેડિકલ અને કૃષિ કોલેજ જેવા પ્રકલ્પોની માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સ્વાગત પ્રવચનમાં વહીવટી તંત્રની કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, ભાજપ અગ્રણી વિમલ કગથરા, ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં કુદરતનો પ્રકોપ કોમોસમી વરસાદ શરૂ:જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો; ભેસાણમાં રસ્તાઓ પર પાણી ભરાયા, આંબા પરની નાની કેરીઓ ખરી પડતા બાગાયતી ખેતીને મોટું નુકસાન
    Next Article
    'Netanyahu died on...': Bizarre Analogy Emerges On Social Media After American Journalist's Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment