Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    56 વર્ષના આધેડે પૌત્રી સમાન દીકરીની છેડતી કરી, CCTV:તારા વાળ સરખા કરી આપું કહી અડપલાં કર્યા, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા

    16 hours ago

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડ દુકાનદારે બાળકીના વાળ સરખા કરવાના બહાને શારીરિક અડપલાં કરી પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી. જોકે, બાળકીએ હિંમત દાખવી ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આજે આરોપી ને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવતા મહિલાઓ વિપરી હતી અને આરોપીને લાગતો મારવાની સાથે શૂઝથી પોલીસની હાજરીમાં ફટકાર્યો હતો. વાળ સરખા કરી આપવાનું કરી બાળકી સાથે અડપલાં કર્યા મળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો-હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં “શ્રીજી લાઈવ આલુપુરી' નામની દુકાન દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉં.વ.56, મૂળ રહે, માખીયાણા, જુનાગઢ) ચલાવે છે. ગતરોજ બપોરે 12થી 1 વાગ્યાના અરસામાં વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી આલુપુરી લેવા માટે આ દુકાને પહોંચી હતી. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતું. દુકાનદાર દિનેશ રામાણીએ બાળકીને જોઈ તેની દાનત બગડી હતી. દુકાનદાર દિનેશે બાળકીને પ્રેમથી બોલાવી 'તું અહીં બેસ' તેમ કહી દુકાનની અંદર ટેબલ પર બેસાડી હતી. ત્યારબાદ તેણે નિર્દોષ બાળકીને જાળમાં ફસાવવા માટે ‘તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું' તેમ કહી નજીક બોલાવી હતી. વાળ સરખા કરવાના બહાને દાદાની ઉંમરના આ હવસખોર આધેડે માસૂમ બાળકીના શરીર સાથે અયોગ્ય છેડછાડ અને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. આધેડની આ હરકતથી ગભરાઈ ગયેલી બાળકી તુરંત ત્યાંથી ભાગી છૂટી હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો ઘરે જઈ તેણે પોતાની માતાને આખી હકીકત જણાવી હતી. દીકરીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયેલા માતા-પિતાએ જરાય વિલંબ કર્યા વગર અમરોલી પોલીસમથકનો સંપર્ક સાધ્યો હતો. અમરોલી પોલીસે બનાવની ગંભીરતા સમજી તુરંત જ ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિકન્સ્ટ્રકશન સમયે ટોળાએ આરોપીઓ પર ટપલીદાવ કર્યો આજરોજ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નાની બાળકીનું છેડતી કરનાર આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો હોવાની જાણ થતા આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ એકઠા થયેલા લોકોમાં મહિલાઓ પણ હતી. જેમાંથી એક મહિલાએ પોલીસની હાજરીમા આરોપીને લાત મારી હતી જ્યારે અન્ય એક મહિલાએ પોતાનું શું જ કાઢીને આરોપીને ફટકાર્યો હતો. આ સાથે જ આ પહેલા પણ આરોપીએ કોઈ બાળકીની છેડતી કરી હોવાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90% મતદાન:TMCનો આરોપ- CRPFના હુમલાથી વૃદ્ધનું મોત; ભાજપે કહ્યું- EVMમાં કમળના બટન પર ટેપ લગાવી
    Next Article
    કોલ્ડરુમમાં સડી ગઈ મહિલાની લાશ:પ્રવાસીઓ માટે બનશે 'ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન', બાળકીને અડપલાં કરનાર આધેડ પર વિફરી મહિલા, કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment