Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલ્ડરુમમાં સડી ગઈ મહિલાની લાશ:પ્રવાસીઓ માટે બનશે 'ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન', બાળકીને અડપલાં કરનાર આધેડ પર વિફરી મહિલા, કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    13 hours ago

    પ્રવાસીઓને મળશે 'ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન' ગુજરાતમાં પ્રવાસીઓને મળશે ‘સ્પેશિયલ સુરક્ષા શીલ્ડ’..ગીર, દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પર્યટન જિલ્લાઓમાં ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ બનાવવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોક કલાકાર કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટે ફટકારી નોટિસ લોક કલાકાર કિર્તીદાન ગઢવીને હાઈકોર્ટે નોટિસ ફટકારી.. અમદાવાદના જયેશ પરમાર નામના વ્યક્તિને ગાંધીનગર સાયબર સેલના માણસોએ ગોંધી રાખી માર માર્યો.આની પાછળ કિર્તીદાનની સંડોવણી હોવાનો આક્ષેપ છે.. હાઈકોર્ટે એસ પી રાજદીપ ઝાલા અને સાયબર સેલના પીઆઈ બી.એમ. ચૌધરીને પણ નોટિસ ફટકારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના આરોપીઓ ઝડપાયા મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કરનાર કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત છ આરોપીઓ ઝડપાયા.. પોલીસે રાજસ્થાન-ઉત્તરપ્રદેશથી આરોપીઓેને ઝડપી પાડ્યા છે. રાજકીય અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત,6નાં મોત સાબરકાંઠામાં નેશનલ હાઈવે 48 પર લક્ઝરી બસે ઈકોને ટક્કર મારતાં 6 લોકોનાં મોત નીપજ્યા જ્યારે 8 ઈજાગ્રસ્ત થયા છે.. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસએસજી હોસ્પિટલનો કોલ્ડરૂમ ફરી વિવાદમાં વડોદરાની એસએસજી હોસ્પિટલનો કોલ્ડરુમ ફરી વિવાદમાં આવ્યો. કોલ્ડરુમમાં રાખેલો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળ્યો.. અમેરિકાથી માતાના અંતિમ દર્શને આવેલા પુત્રએ રોષ સાથે હોબાળો મચાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકીને અડપલાં કરનારની પોલીસની હાજરીમાં સરભરા સુરતના અમરોલી વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર આધેડની પોલીસની હાજરીમાં સરભરા.. રિકન્સ્ટ્રક્શન માટે લવાયેલા આરોપીની લોકોએ ચપ્પલ અને લાતોથી ધોલાઈ કરી..વાળ સરખા કરી આપવાનું કહીને આધેડે અડપલા કર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કન્ટેનર-ટેમ્પો વચ્ચે ટક્કર બાદ આગ ભભૂકી વાપી GIDC બ્રિજ પર કન્ટેનર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ ,જે બાદ આગ ભભૂકી ઉઠી.. સળગતું કન્ટેનર બ્રિજ નીચે લટકવા લાગ્યું. જેને પગલે દોડધામ મચી ગઈ. મુંબઈ-સુરત ટ્રેક પર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો.. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કરના CCTV રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર થઈ..સ્કૂલવાન પલટી જતા પાંચ વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી..બંને ડ્રાઈવર ફૂલ સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું નજરે જોનાર લોકોનું કહેવું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ JCB લઈ લાશ શોધવા પહોંચી અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું કોકડું ઉકેલવા પોલીસ જેસીબી લઈને પહોંચી. વટવાના કુતુબનગરમાં પ્રેમીએ યુવતીને મોતને ઘાટ ઉતારી તેની લાશ કૂવામાં દાટી દીધી હતી. પરિવારે તાંત્રિક વિધીઓનો સહારો લેતા પોલીસને બાતમી મળી..પોલીસે ખોદકામ કરી કેટલાક અવશેષો તપાસમાં મોકલ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા આવતીકાલથી આકરી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના.. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 એપ્રિલથી અનેક જિલ્લાઓના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. જો કે આજે અમદાવાદ-ગાંધીનગર સહિત 5 શહેરોમાં તાપમાન 40થી વધુ રહેવાની સંભાવના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    56 વર્ષના આધેડે પૌત્રી સમાન દીકરીની છેડતી કરી, CCTV:તારા વાળ સરખા કરી આપું કહી અડપલાં કર્યા, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા
    Next Article
    IPS એસોસિએશનની ચૂંટણી પંચને રજૂઆત:ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર શેર કરેલા વિવાદાસ્પદ વીડિયો સામે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment