Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90% મતદાન:TMCનો આરોપ- CRPFના હુમલાથી વૃદ્ધનું મોત; ભાજપે કહ્યું- EVMમાં કમળના બટન પર ટેપ લગાવી

    22 hours ago

    પશ્ચિમ બંગાળમાં 142 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી 89.99% મતદાન નોંધાયું છે. આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીઆરપીએફ ભાજપનું રક્ષણ કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું, "કોઈપણ બૂથ પર સ્ટેટ પોલીસ નથી; તેમણે બધું જ પોતાના કબજામાં લઈ લીધું છે." કોલકાતામાં મતદાન કરતા પહેલા મમતા બેનર્જીએ કહ્યું, "ગઈકાલ રાતથી સીઆરપીએફના અત્યાચાર શરૂ થઈ ગયા છે. તેમણે આપણા ઘણા લોકોની ધરપકડ કરી છે. તેઓ મતદારો અને ચૂંટણી નિરીક્ષકોને મારી રહ્યા છે. તેમણે મહિલાઓ અને બાળકોને પણ છોડ્યા નથી. તેઓએ સરહદનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ તેઓ એક પક્ષનું રક્ષણ કરી રહ્યા છે." આ દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો હતો કે ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં EVM પર ભાજપના બટન પર ટેપ લગાવવામાં આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જ્યાં આવી ફરિયાદો સાચી સાબિત થશે ત્યાં મતદાન મથકો પર ફરીથી ચૂંટણી યોજાશે. ભવાનીપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીને ટીએમસીના સમર્થકોએ ઘેરી લીધા હતા, "ચોર, ચોર" ના નારા લગાવ્યા હતા. સુવેન્દુ એક મતદાન મથકનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાંથી 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 123 બેઠકો જીતી હતી. 23૩ એપ્રિલે 152 બેઠકોના પ્રથમ તબક્કામાં રેકોર્ડ 93% મતદાન નોંધાયું હતું. 4 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. બંગાળમાં મતદાન સંબંધિત તસવીરો… પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Facebook and Instagram must do more to block under-13s, EU warns in Meta charges
    Next Article
    56 વર્ષના આધેડે પૌત્રી સમાન દીકરીની છેડતી કરી, CCTV:તારા વાળ સરખા કરી આપું કહી અડપલાં કર્યા, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment