Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં વિજય હનુમાન આશ્રમે હનુમાન જયંતિ ઉજવાઈ:મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક કરાયો

    16 hours ago

    પાલનપુરમાં રામલીલા મેદાન પાસે આવેલા વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મારુતિ યજ્ઞ, 56 ભોગ અને પંચામૃત અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે વિજય હનુમાનજીને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આશ્રમ ખાતે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ આહુતિ આપી હતી. ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે પાલનપુરના અન્ય હનુમાન મંદિરોમાં પણ ધામધૂમથી જયંતિ ઉજવાઈ હતી. વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના ચરણોમાં શીશ નમાવી, યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વરના લોલાડામાં 35 વર્ષ જૂના જમીન વિવાદ મુદ્દે વૃદ્ધની હત્યા:હરસિધ્ધિ મંદિરે દર્શન કરવા ગયેલા વૃદ્ધ પર હુમલો, સારવારમાં મોત
    Next Article
    બનાસકાંઠામાં બદલી થયેલા પોલીસ અધિકારીઓનો વિદાય સમારંભ:જિલ્લા પોલીસ વડાએ મોમેન્ટો આપી સન્માનિત કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment