Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા રેલવે સ્ટેશને પુરી-ગાંધીધામ ટ્રેનમાંથી 56 લાખનો ગાંજો ઝડપાયો, દિવ્યાંગ કોચના શૌચાલયમાં છુપાવ્યો હતો 113 કિલો જથ્થો

    1 day ago

    વડોદરા SOGને રેલવે સ્ટેશન ખાતેથી એક મોટી સફળતા મળી છે.પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.વડોદરા રેલ્વે સ્ટેશન પર આવેલી ટ્રેનના દિવ્યાંગ કોચના શૌચાલયની છતમાંથી બિનવારસી હાલતમાં રાખેલો 113.900 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.જેની બજાર કિંમત અંદાજે 56,95,000 રુપિયા થવા જાય છે. MISSION SAFE STATION અંતર્ગત ચેકિંગ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનને સુરક્ષિત રાખવા માટે હાલમાં રેલ્વે પોલીસ દ્વારા MISSION SAFE STATION અંતર્ગત સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અન્ય રાજ્યમાંથી ટ્રેન મારફતે આવતા માદક પદાર્થોના નેટવર્કને તોડવા SOG પશ્ચિમ રેલ્વે વડોદરાની ટીમ એ.ટી.એસ. ચાર્ટરને લગતી કામગીરી અંતર્ગત સતત પેટ્રોલિંગ અને ટ્રેનોમાં બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી.જે દરમિયાન પોલીસ જવાનોને આ સફળતા મળી હતી. દિવ્યાંગ કોચના શૌચાલયની તૂટેલી છતે શંકા જતા ગાંજો ઝડપાયો ઓડિશાથી આવી રહેલી ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઊભી રહી હતી.ટ્રેન થોભતાં જ SOGની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ અર્થે ટ્રેનના દિવ્યાંગ કોચમાં ચઢી હતી.કોચના શૌચાલયની અંદર તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સર્જનસિંહ ગલાબજી અને લોકરક્ષક દિનેશકુમારની નજર શૌચાલયની ઉપરની પ્લાયવુડની છત પર પડી હતી.જે તૂટેલી હાલતમાં જણાતી હતી. શંકા વધુ દ્રઢ બનતા રેલવે પોલીસના જવાનોએ ઉપર ચઢીને છતની અંદર તપાસ કરી હતી.બારીકાઈથી જોતા છુપાવીને રાખેલા મોટી સાઇઝના પાંચ વજનદાર થેલાઓ અને એક પ્લાસ્ટિકનો વજનદાર કોથળો મળી આવ્યો હતો.આ તમામ મુદ્દામાલ બિનવારસી હાલતમાં ત્યાં સંતાડવામાં આવ્યો હતો.પોલીસે તેને નીચે ઉતારીને તપાસતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો. ટ્રેનની ટિકિટ,CCTVના આધારે આરોપીઓની શોધખોળ ગાંજાના આ જથ્થાનું વજન કરવામાં આવ્યું ત્યારે 113.900 કિલોગ્રામ હોવાનું માલૂમ પડ્યું હતું,જેની કુલ કિંમત રૂ.56,95,000 આંકવામાં આવી છે. SOGની ટીમે આ નશાનો જથ્થો જપ્ત કર્યો હતો.વડોદરા રેલ્વે પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ NDPS એક્ટની કલમ-8(સી), 20(બી-2)સી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઓડિશાથી ગુજરાતમાં કોણે મોકલ્યો હતો અને વડોદરા કે ગાંધીધામમાં કોને ડિલિવરી આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ટ્રેનની ટિકિટ અને CCTVના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:ગૃહમંત્રીની વધુ એક મેરેથોન બેઠક, 13 કલાકમાં 19 SP સાથે ચર્ચા; મ્યુલ એકાઉન્ટ બાબતે સર્જીકલ સ્ટ્રાઈક કરવા આદેશ
    Next Article
    જામનગર પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષની સજા ફટકારી:પ્રેમજાળમાં ફસાવી સગીરાનું અપહરણ કરી 3 દિવસ દુષ્કર્મ ગુજાર્યુ; 15 હજારનો દંડ, સગીરાને 4 લાખનું વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment