Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર પોક્સો કોર્ટે દુષ્કર્મીને 20 વર્ષની સજા ફટકારી:પ્રેમજાળમાં ફસાવી સગીરાનું અપહરણ કરી 3 દિવસ દુષ્કર્મ ગુજાર્યુ; 15 હજારનો દંડ, સગીરાને 4 લાખનું વળતર

    1 day ago

    જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે 15,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાનો પીછો, મિત્રતા અને પ્રેમજાળમાં ફસાવી જામનગરના શંકરટેકરી વલ્લભનગર વિસ્તારમાં રહેતા આરોપી સુરેશ ઉર્ફે સૂરિયો મગનભાઈ વાઘેલાએ 16 વર્ષ અને 6 મહિનાની સગીરાને નિશાન બનાવી હતી. આરોપી સગીરા શાળાએ કે કારખાનામાં મજૂરી કામે જતી ત્યારે તેનો પીછો કરતો અને મિત્રતા કરવા દબાણ કરતો હતો. તેણે માતાજીના સમ ખાઈ સગીરાનો વિશ્વાસ જીત્યો અને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ટુ-વ્હિલરમાં બેસાડી ખંભાળિયા લઈ જઈ દુષ્કર્મ 6 જૂન, 2024ના રોજ સગીરા નાસ્તો લેવા ગઈ હતી ત્યારે આરોપી તેને ટુ-વ્હીલર પર બેસાડી ખંભાળિયા લઈ ગયો હતો. ત્યાં તેણે ત્રણ દિવસ સુધી સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીની ભાભીએ પોલ ખોલી, કહ્યું- 8ને ફસાવી ખંભાળિયાથી આરોપી સગીરાને લાલપુર ખાતે તેના ભાઈના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીની ભાભીએ સગીરાને જણાવ્યું કે, આરોપીએ તેની પહેલાં પણ આઠ છોકરીઓને ફસાવી છે. આ દરમિયાન આરોપીના મિત્રએ ફોન પર પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ કરતા, આરોપી પકડાઈ જવાના ડરે સગીરાને જામનગરના દિગ્જામ સર્કલ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપીને દોષિત ઠેરવી સજાનો હુકમ આ ઘટના અંગે જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363, 366, 376(2)(N) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ જામનગરની સ્પેશિયલ કોર્ટમાં જજ આર.પી. મોગેરા સમક્ષ ચાલ્યો હતો. સરકારી વકીલ ભારતીબેન વાદીએ ધારદાર દલીલો કરી હતી અને 17 સાક્ષીઓ તેમજ મજબૂત દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સુરેશ ઉર્ફે સૂરિયાને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ:વડોદરા રેલવે સ્ટેશને પુરી-ગાંધીધામ ટ્રેનમાંથી 56 લાખનો ગાંજો ઝડપાયો, દિવ્યાંગ કોચના શૌચાલયમાં છુપાવ્યો હતો 113 કિલો જથ્થો
    Next Article
    મોરબી વોર્ડ 5ના કોર્પોરેટરો મેયરને મળ્યા:પ્રી-મોન્સૂન કામગીરી અને સમસ્યા નિરાકરણની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment