Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5.5 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ, VIDEO:વડોદરાના વિરોદ ગામમાં ઘર પાસે મગર ધસી આવ્યો, વન વિભાગને સોંપાયો

    2 days ago

    વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી રાત્રિના આશરે 11:30 વાગ્યે હેલ્પલાઇન નંબર પર મગર દેખાવાની માહિતી મળી હતી. સિદ્ધાર્થ અમિને આ અંગે યશ તડવીને જાણ કરી હતી. જેને પગલે વિશાલ પટેલ, રોહન વસાવા, આયુષ મિશ્રા અને વરૂણ દીક્ષિત તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી તપાસ કરતા આશરે 5.5 ફૂટનો મગર ખેતર નજીક એક ઘર પાસે આવી ગયો હોવાનું જણાયું હતું. મગરને પકડીને વન વિભાગને સોંપાયો ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલને જાણ કરવામાં આવી હતી. ગામલોકોના સહકારથી મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગરના હુમલામાં મોત થાય તો 4 લાખ સુધીનું વળતર મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના રામકથા મેદાન પર જામ્યો ખેલ મહાકુંભ:હર્ષ સંઘવીએ બેટિંગ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, શહેરમાં 36-GNPL સહિત વિવિધ રમતો રમાશે
    Next Article
    Video Shows US F-15 Trying To Chase Iran's Shahed Drone Over Iraq

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment