Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડુતવાસમાં પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા સાથે શખ્સ ઝડપાયો:67 હજારનો જથ્થો જપ્ત, દારૂ સપ્લાય કરનાર સહિત બે સામે ગુનો નોંધાયો

    1 day ago

    ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે 12 જૂનના રોજ પેટ્રોલિંગ દરમિયાન ખેડુતવાસ વિસ્તારમાં આવેલ બેન્ક કોલોનીમાં રેઇડ પાડી હતી. પોલીસે ત્યાં પાઉભાજીની લારી નીચે છુપાવી રાખેલો ₹67,500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સુમિત કાવાભાઈ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. આ ગેરકાયદેસર વેચાણ અંગે પોલીસે દારૂ સપ્લાય કરનાર મોબાઈલ ધારક સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ વેચતો હતો ને ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખેડુતવાસ વિસ્તારની મચ્છી બજાર, બેંક કોલોની પ્લોટ નંબર 24માં રહેતો સુમીત વાઘેલા પોતાના કબજામાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી સુમિતની અટકાયત કરી હતી. પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા જપ્ત પોલીસે જ્યારે તેના ઘરની બહાર ઉભેલી પાઉભાજીની લારીની સઘન તલાશી લીધી, ત્યારે તેના નીચેના ભાગમાં બનાવેલા ખાસ ખાનામાંથી વિદેશી દારૂના 180 એમએલના 540 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે ₹67,500ની કિંમતનો આ તમામ મુદામાલ કબજે લીધો હતો. દારૂ સપ્લાય કરનાર સહિત બે સામે ગુનો નોંધાયો પકડાયેલા આરોપી સુમિત વાઘેલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેણે એક ચોક્કસ મોબાઈલ નંબર ધારક પાસેથી મંગાવ્યો હતો. આ ખુલાસાના પગલે ઘોઘારોડ પોલીસે સુમિત વાઘેલા અને દારૂ મોકલનાર મોબાઈલ નંબર ધારક એમ બંને શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'હવે અમારી પાસે શું પાવર હોય?':દીકરી પર હુમલો થતાં બોમ્બે HCના ગુજરાતી મૂળના રિટાયર્ડ જજની લાચારી, દાઉદી વોરા ધર્મગુરૂ અંગે ચુકાદો આપ્યો હતો
    Next Article
    પંખા, ગીઝર અને તેલના ડબ્બા કઢાવીને રફુચક્કર થતી ટોળકી, CCTV:વડોદરામાં વેપારીઓને ચકમો આપી ફરાર થતા, 4.70 લાખના મુદ્દામાલ સાથે પારિવારીક ગેંગની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment