Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંખા, ગીઝર અને તેલના ડબ્બા કઢાવીને રફુચક્કર થતી ટોળકી, CCTV:વડોદરામાં વેપારીઓને ચકમો આપી ફરાર થતા, 4.70 લાખના મુદ્દામાલ સાથે પારિવારીક ગેંગની ધરપકડ

    1 day ago

    વડોદરામાં મકરપુરા, પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રિક, કરિયાણું સહિતનો સમાન કઢાવી વિશ્વાસમાં લઈ રફુચક્કર થનાર ગેંગને પાણીગેટ પોલીસે ઝડપી પાડી છે. આ ત્રણે સભ્યો એકજ પરિવારના છે અને તેઓ પહેલા વેપારીને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતા હતા. આ મામલે પાણીગેટ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટોળકી વેપારીઓને વિશ્વાસમાં લઈ ચિટિંગ કરી ફરાર થતી આ મામલે અગાઉ પાણીગેટ અને બાદમાં કપુરાઈ સહિત મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે. જેમાં આ ટોળકી અલગ અલગ જગ્યાએ જાય છે અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ચિટિંગ કરી ફરાર થઈ જાય છે. આ સમગ્ર બનાવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તેઓ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીઓનો વિશ્વાસ જીતી, હજારો રૂપિયાનો ઇલેક્ટ્રિક સામાન ચોરી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ નોંધાવી છે. એક અજાણી મહિલા અને પુરુષ દુકાને આવ્યા હતા તરસાલીની વિશાલનગર સોસાયટીમાં રહેતા અને કમલાપાર્ક કોમ્પ્લેક્સમાં 'હીર ઈલેક્ટ્રીક્સ' નામની દુકાન ધરાવતા 60 વર્ષીય વેપારી રમેશભાઈ પુખરાજ મહેતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, એક અજાણી મહિલા અને પુરુષ તેમની દુકાને આવ્યા હતાં. તેઓએ સીલિંગ પંખા, ગીઝર, ટ્યુબલાઈટ અને વાયર ખરીદવાની વાત કરી વેપારી પાસેથી વિઝીટીંગ કાર્ડ લીધું હતું, જેમાં વેપારીના દીકરા દીપકનો મોબાઈલ નંબર હતો. 8 સીલિંગ ફેન અને 4 બ્લેડ લઈને રફુચક્કર થઈ ગયા બીજા દિવસે સવારે સાડા આઠથી નવ વાગ્યાની આસપાસ તે અજાણ્યા ગ્રાહકોએ દીપકના ફોન પર સંપર્ક કરી સામાન લેવા આવવાની વાત કરી હતી. ત્યારબાદ આશરે દસ વાગ્યે જ્યારે દીપક દુકાને હાજર હતો, ત્યારે આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતાં. સામાન ખરીદવાના બહાને તેઓએ દીપક પાસે ગોડાઉનમાંથી પંખા અને બ્લેડ કઢાવ્યા હતા. દીપક જ્યારે બાકીનો સામાન લેવા ફરી ગોડાઉનમાં ગયો, ત્યારે આ અજાણ્યો પુરુષ અને મહિલા દુકાનના ટેબલ પર મુકેલા 8 સીલિંગ ફેન અને 4 બ્લેડ લઈને રફુચક્કર થઈ ગયા હતા. ચોરી કરેલો સામાન એક એક્ટિવા પર મૂકીને ભાગ્યા જ્યારે વેપારીએ આજુબાજુ તપાસ કરી અને દુકાનની ઉપર આવેલા ટ્યુશન ક્લાસના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા, ત્યારે આ અજાણ્યો પુરુષ અને મહિલા ચોરી કરેલો સામાન એક એક્ટિવા ગાડી પર મૂકીને ભાગી જતા સ્પષ્ટ જણાઈ આવ્યા હતા. શરૂઆતમાં સામાન બહુ મોટી કિંમતનો ન હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી ન હતી. ત્રણ ઇલેક્ટ્રિક ગીઝર તથા એક પાણીની મોટરની ચોરી કરી હતી દરમિયાન, રમેશભાઈને તેમના એક મિત્ર પાસેથી માહિતી મળી કે આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનારા ઈસમો પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પકડાયા છે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ જ અજાણ્યા ઠગ ટોળકી તરસાલી ઉમા વિદ્યાલય રોડ પર આવેલ 'આશાપુરા ઇલેક્ટ્રિકલ્સ એન્ડ હાર્ડવેર'ના માલિક મહિપાલ દેવાસીની દુકાનમાંથી પણ ત્રણ ઇલેક્ટ્રિક ગીઝર તથા એક પાણીની મોટરની ચોરી કરી હતી. આમ, આ અજાણ્યા સ્ત્રી-પુરુષે બંને વેપારીઓનો વિશ્વાસ જીતીને સામાનની ચોરી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પિતા, પુત્ર અને પુત્રી દબોચાયા પાણીગેટ પોલીસે ત્રિપુટીને ઝડપી પાડી છે. જેમાં પિતા, પુત્ર અને પુત્રી આ રીતે છેતરપિંડી આચરતા હતા. પોલીસે આરોપી પિયુષભાઇ રાજુભાઇ ઝાલા (ઉ.વ.38, ગોકુલેશ સીટી, શંકરપુરા ગામની બાજુમાં તા-વાઘોડીયા જી-વડોદરા મુળ રહે મોટા દડવા તા. ગોંડલ જી. રાજકોટ), રાજુભાઈ ગણપતભાઇ ઝાલા (ઉ.વ.66 રહે- મ.નં.એ/2, ગોકુલેશ સીટી, શંકરપુરા ગામની બાજુમાં તા- વાઘોડીયા જી-વડોદરા), મોનીકા રાજુભાઈ ઝાલા ઉ.વ.35 રહે- મ.નં.એ/2, ગોકુલેશ સીટી, શંકરપુરા ગામની બાજુમાં) ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડુતવાસમાં પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા સાથે શખ્સ ઝડપાયો:67 હજારનો જથ્થો જપ્ત, દારૂ સપ્લાય કરનાર સહિત બે સામે ગુનો નોંધાયો
    Next Article
    Why Anthropic Disabled Its Most Powerful AI Model Days After Launch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment