Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રાજપૂત સમાજનો 54મો સરસ્વતી સન્માન સમારોહ:120 તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી મહાનુભાવોને સન્માનિત કરાયા

    1 week ago

    મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 54 વર્ષથી જુલાઈ મહિનાના છેલ્લા રવિવારે યોજાતા પરંપરાગત સરસ્વતી સન્માન સમારોહનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં ધોરણ-5થી લઈને અનુસ્નાતક કક્ષા સુધીના અંદાજે 120 તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાશાળી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આપી સલાહ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાન સમય શિક્ષણનો યુગ છે, તેથી યુવાનોએ વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરવા પર ભાર મૂકવો જોઈએ. સાથે જ વ્યસન અને દેખાદેખીના ફેશનથી દૂર રહી પોતાના ભવિષ્યના ઘડતર માટે અભ્યાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. રાજકીય, સામાજિક અને વહીવટી આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ સમારોહમાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહજી મહીપતસિંહજી જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હરદેવસિંહજી જાડેજા, ઉદ્યોગપતિ દિલુભા ઉદયસિંહજી જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા તેમજ મોરબીના નાયબ કલેક્ટર પ્રવિણસિંહજી જેતાવત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. યુવાનોને વ્યસનમુક્ત અને સંસ્કારી જીવન જીવવાનો સંદેશ કાર્યક્રમ દરમિયાન વિવિધ આગેવાનો અને અધિકારીઓએ યુવા પેઢીને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા, અનાવશ્યક ફેશનથી દૂર રહેવા અને સમાજ તેમજ દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા શિક્ષિત અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. સમાજની ટીમે સફળ આયોજન માટે ઉઠાવી જહેમત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા તેમજ તેમની ટીમે આયોજનથી લઈને વ્યવસ્થાપન સુધીની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દર વર્ષે યોજાતા આ સરસ્વતી સન્માન સમારોહ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની પરંપરા સતત જળવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કારગીલ વિજય દિવસની ઉજવણી:ABVP દ્વારા મશાલ યાત્રા યોજાઈ, શહીદોને શ્રદ્ધાંજલિ
    Next Article
    21 લાખની છેતરપીંડી કેસમાં 5 વર્ષથી ફરાર આરોપી પકડાયો:ભાવનગર રેન્જ સ્ટ્રાઈકીંગ ફોર્સની ટીમે શખસને સુરતના મોટા વરાછાથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment