Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 લાખની છેતરપીંડી કેસમાં 5 વર્ષથી ફરાર આરોપી પકડાયો:ભાવનગર રેન્જ સ્ટ્રાઈકીંગ ફોર્સની ટીમે શખસને સુરતના મોટા વરાછાથી દબોચ્યો

    1 week ago

    ટ્રેડિંગના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી દુબઈ સહિત વિવિધ શહેરોમાં નાસતા-ફરતા આરોપીને ભાવનગર રેન્જ સ્ટ્રાઈકિંગ ફોર્સે સુરતથી ઝડપી પાડ્યો છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 21 લાખની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને સુરતથી દબોચી લઈ આગળની કાર્યવાહી અર્થે ઘોઘારોડ પોલીસને સોંપવામાં આવ્યો છે. સુદામા બેન્ક્વેટ હોલ ખાતેથી આરોપી દબોચાયો ભાવનગર રેન્જ સ્ટ્રાઈકીંગ ફોર્સના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પોલીસ મથકના ગુના નંબર 0814/2022 (IPC કલમ 406, 114) મુજબના 21 લાખની છેતરપિંડીના કેસમાં નાસતો-ફરતો આરોપી હરદિપસિંહ ભગીરથસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 33, રહે. ગાયત્રીનગર, નીલકંઠ સોસાયટી, ભાવનગર / હાલ વાપી) તા. 25 જુલાઈના રોજ સુરતના મોટા વરાછા સ્થિત સુદામા બેન્ક્વેટ હોલ પાસે આવવાનો છે. સુરત ક્રાઈમ બ્રાંચની મદદથી દિલધડક કામગીરી આ બાતમીના આધારે ભાવનગર રેન્જ સ્ટ્રાઈકિંગ ફોર્સની ટીમે સુરત પહોંચી સુરત ક્રાઈમ બ્રાંચની મદદથી વોચ ગોઠવી હતી. સુદામા બેન્ક્વેટ હોલ ખાતેથી આરોપી હરદિપસિંહ ગોહિલને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો. ટ્રેડિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા આરોપી હરદિપસિંહ ગોહિલે ભાવનગર શહેરના લોકો પાસેથી ટ્રેડિંગના નામે પૈસા રોકાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ ગુનો આચર્યા બાદ તે પોલીસ પકડથી બચવા દુબઈ તથા દેશના અન્ય શહેરોમાં નાસતો ફરતો હતો. ભાવનગર રેન્જ સ્ટ્રાઈકિંગ ફોર્સે આરોપીનો કબ્જો મેળવી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન હવાલે કરી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં રાજપૂત સમાજનો 54મો સરસ્વતી સન્માન સમારોહ:120 તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી મહાનુભાવોને સન્માનિત કરાયા
    Next Article
    રાજકોટમાં મંદિરની દાનપેટીમાંથી ચોરી, CCTV:ભરવાડ સમાજના મચ્છો માતાજીના મંદિરમાં રાત્રિના ઘૂસેલા તસ્કરના નામે 19 ગૂના, રૂ.1 લાખ સામે 12 હજારની ચોરીની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment