Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મંદિરની દાનપેટીમાંથી ચોરી, CCTV:ભરવાડ સમાજના મચ્છો માતાજીના મંદિરમાં રાત્રિના ઘૂસેલા તસ્કરના નામે 19 ગૂના, રૂ.1 લાખ સામે 12 હજારની ચોરીની કબૂલાત

    1 week ago

    રાજકોટ શહેરના દિવાનપરામાં ભરવાડ સમાજના આરાધ્ય દેવ મચ્છો માતાજી મંદિરમાં 24 જુલાઈના મોડી રાત્રિના સમયે એક શખ્સ પ્રવેશ્યો હતો અને મંદિરની દાનપેટી તોડી તેમાંથી ચોરી કરી ગયો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર એક જ દિવસમાં ચોરને પકડી પાડ્યો હતો. જોકે ભરવાડ સમાજના આગેવાનના દાવા મૂજબ દાનપેટીમાં રૂ.1 લાખ જેટલું દાન હોવું જોઈએ, પરંતુ ચોરે માત્ર રૂ.12 હજારની ચોરી જ કબૂલ કરી છે. ચોર 24 જુલાઈના રાત્રિના 2.45 વાગ્યે મંદિરમાં પ્રવેશ્યો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાનપરા શેરી નંબર 11 માં આવેલા મચ્છો માતાજીના મંદિરના નવીનીકરણનું હાલ કામ ચાલી રહ્યું છે અને તેને કારણે હજુ એન્ટ્રીગેટ બન્યો ન હતો જેનો લાભ લઈને ચોર 24 જુલાઈના રાત્રિના 2.45 વાગ્યા આસપાસ મંદિરમાં પ્રવેશ્યો હતો અને દાનપેટી તોડી તેમાંથી દાનના આવેલા રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં મજૂરી કામ કરતા વિવેક ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે રૂ.12,500 ની રોકડ રકમ કબજે કરી છે. આરોપી સામે રાજકોટ શહેર અને જામનગરમાં મળી અલગ અલગ 19 ગુના નોંધાઈ ચૂક્યા છે. દાન પેટીમાંથી રોકડ 12 હજારની ચોરી કર્યાની કબૂલાત આ મંદિરે આસપાસના 84 ગામના ભરવાડ સમાજના લોકો દર્શન માટે આવે છે. આ ઉપરાંત તાજેતરમાં અષાઢી બીજ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં મચ્છોયા આહિર અને રબારી સમાજના ભક્તો પણ ઉમટી પડ્યા હતા. ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, આ મંદિરની દાન પેટી દર ત્રણ મહિને ખોલવામાં આવે છે અને તેમાં અંદાજે અઢી લાખ જેટલું દાન આવતું હોય છે. દોઢ મહિના પહેલા પેટી ખોલી હતી અને ત્યારબાદ અષાઢી બીજ આવી. જે પછી આ ચોરી થઈ છે અને ચોરે રૂ.12 હજાર જેટલી જ રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે જે ખૂબ જ ઓછી રકમ છે. 'આજે નહીં તો કાલે છરીથી મારી નાખવો છે' કહી યુવાનને માર માર્યો રાજકોટ શહેરમા જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને માર મારવામાં આવ્યો છે. શહેરના શીતળા ધાર પાસે રહેતા રાકેશસિંગ ગોહિલે રવિ મૂછડીયા ઉર્ફે રવિ પરમાર સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, 25 જુલાઈના સાંજે 6 વાગ્યા આસપાસ પોતે શીતળા ધાર પાસેના શીતળા માતાજી મંદિરે મિત્ર ભીમા રાજભર અને અનિલ યાદવ સાથે હતો, ત્યારે રવિ પરમાર ત્યાં આવ્યો હતો. જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ગાલ પર બે-ત્રણ લાફા મારી દીધા હતા અને ઈજા પહોંચાડી હતી. જે બાદ 'તને તો આજે નહીં તો કાલે આ છરીથી મારી જ નાખવો છે' તેવી ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. વૃદ્ધનું કુચીયાદળ પાસે અજાણ્યા વાહન હડફેટે મોત રાજકોટથી ચોટીલા પગપાળા જતા વૃદ્ધ કુચીયાદળ પાસે ઓવરબ્રિજ ઉતરતા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. રાજકોટના મહિકા ગામે રહેતા હિતેશભાઈ સાપરાએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.23 જુલાઈના તેમના પિતા 56 વર્ષીય જુગાભાઈ સાપરા ચોટીલા પગપાળા ચાલીને જતા હતા. રાજકોટ - અમદાવાદ હાઈવે પર કુચીયાદળ ગામનો ઓવરબ્રિજ ઉતરતા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે પિતાને હડફેટે લીધા અને તેને કારણે તેમનું માથું છુંદાઈ ગયું હતું તેમજ હાથ અને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને લીધે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    21 લાખની છેતરપીંડી કેસમાં 5 વર્ષથી ફરાર આરોપી પકડાયો:ભાવનગર રેન્જ સ્ટ્રાઈકીંગ ફોર્સની ટીમે શખસને સુરતના મોટા વરાછાથી દબોચ્યો
    Next Article
    At Jantar Mantar, a protest erased under paint, yet its memories linger

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment