Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાની ચૂંટણીમાં કુલ 53.34 ટકા મતદાન નોંધાયું:મહિલાઓ કરતાં વધુ 46 હજાર પુરુષોએ મતદાન કર્યું

    3 days ago

    પાલિકાની ચૂંટણીમાં કુલ 53.34 ટકા મતદાન થયું છે. જેમાં વોર્ડ 14માં સૌથી વધુ 61.94 ટકા, જ્યારે સૌથી ઓછું વોર્ડ 17માં 45.14 ટકા મતદાન નોંધાયું હતું. 19 વોર્ડના 1131 મતદાન મથકો પર નોંધાયેલા 12.08 લાખ મતદારોમાંથી 6.44 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પણ મહિલા કરતાં 46 હજાર વધુ પુરુષોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, નોંધાયેલા મતદારોમાં સ્ત્રી અને પુરુષોની સંખ્યામાં માત્ર 17 હજારનો જ તફાવત છે છતાં ફાઈનલ વોટિંગમાં પુરુષોનું મતદાન 56.39%, જ્યારે મહિલાનું મતદાન માત્ર 50.21% જ નોંધાયું છે, એટલે 46,828 જેટલી ઓછી મહિલાએ મતદાન કર્યું છે. સૌથી વધુ મતદાનની વાત કરીએ તો વોર્ડ 14માં 61.94% અને વોર્ડ 15માં 61.81% વોટિંગ થયું છે. ઉપરાંત વોર્ડ નં.1માં 61.17% અને વોર્ડ નં.6માં 60.79% સાથે 60 ટકાથી વધુ મતદાન જોવા મળ્યું છે. 3.45 લાખ પુરુષ અને 2.98 લાખ મહિલાનું વોટિંગ વોર્ડ નંબર 17માં સૌથી ઓછું માત્ર 45.14 ટકા જ મતદાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    મત ગણતરીનું ગણિત:અનામત બેઠક પર હારી ગયેલો ઉમેદવાર પણ ‘જનરલ’ બેઠક જીતી શકે છે!
    Next Article
    6.44 લાખ લોકોએ કર્યો મતાધિકારનો ઉપયોગ:4.77 લાખ મતદારોએ ચૂંટણી કાર્ડથી અને 1.50 લાખ લોકોનું આધારકાર્ડથી મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment