Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6.44 લાખ લોકોએ કર્યો મતાધિકારનો ઉપયોગ:4.77 લાખ મતદારોએ ચૂંટણી કાર્ડથી અને 1.50 લાખ લોકોનું આધારકાર્ડથી મતદાન

    1 day ago

    પાલિકાની ચૂંટણીમાં મતદાન બાદ હવે મતદારોએ કયા ઓળખપત્રનો સૌથી વધુ ઉપયોગ કર્યો તેની રસપ્રદ વિગતો સામે આવી છે. કુલ 6,44,458 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પરંપરાગત ચૂંટણી કાર્ડ હજુ પણ મતદારોની પ્રથમ પસંદગી રહ્યું છે. શહેરના 4.77 લાખથી વધુ મતદારોએ વોટર આઈડી કાર્ડ રજૂ કરીને મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા ઓળખ માટે અપાયેલા વિવિધ વિકલ્પોમાં ચૂંટણીકાર્ડ બાદ બીજા ક્રમે આધાર કાર્ડ રહ્યું છે. વડોદરાના 1,50,415 લોકોએ આધારકાર્ડના આધારે વોટ આપ્યો હતો. આશ્ચર્યજનક રીતે ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરનારાની સંખ્યા 9648 નોંધાઈ છે, જ્યારે પાનકાર્ડનો ઉપયોગ કરી 5242 લોકોએ મત આપ્યા હતા. વડોદરામાં 707 લોકોએ પાસપોર્ટ બતાવીને પોતાની લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી. વડોદરામાં સાંસદ કે ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા ફોટો ઓળખપત્રનો ઉપયોગ કરીને એક પણ મતદારે મતદાન કર્યું નથી. જ્યારે દિવ્યાંગો માટેના ખાસ UDID કાર્ડનો ઉપયોગ 10 મતદારોએ કર્યો હતો. 707 મતદારોએ મત આપવા પાસપોર્ટનો ઉપયોગ કર્યો
    Click here to Read More
    Previous Article
    પાલિકાની ચૂંટણીમાં કુલ 53.34 ટકા મતદાન નોંધાયું:મહિલાઓ કરતાં વધુ 46 હજાર પુરુષોએ મતદાન કર્યું
    Next Article
    વ્યારા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ:તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, કઈ સીટ પર કોની જીત, જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment