Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ઓબીસીનાં હક્ક માટે કોંગ્રેસ મેદાને:રાજકોટથી 'ક્યુ.આર. કોડ' લોન્ચ કરી 53 ટકા વસ્તીને સંગઠિત કરવાનું લક્ષ્ય, ભાજપ સરકારની નીતિ સામે પ્રહારો કર્યા, CM બદલવાની શક્યતા વ્યક્ત કરાઈ

    2 days ago

    ગુજરાતના રાજકારણમાં આગામી સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓ પહેલા પછાત વર્ગોને પોતાની તરફ આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. (OBC) ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પછાત વર્ગના લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવા અને તેમના હક્કો માટે લડત આપવા માટે એક આધુનિક ડિજિટલ અભિયાન ‘ક્યુ.આર. કોડ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ તકે કોંગ્રેસના ઓબીસી સમાજના ચેરમેન મહેશ રાજપૂત, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની નીતિ સામે આકરા પ્રહારો કર્યા હતા. ઋત્વિક મકવાણાએ તો મુખ્યમંત્રી બદલાઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. ડિજિટલ ક્રાંતિ દ્વારા પછાત વર્ગનું સંગઠન ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પછાત વર્ગને સતત થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને સમાજમાં એકતા સ્થાપિત કરવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. "પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ" ના નારા સાથે લોન્ચ કરાયેલા આ ક્યુ.આર. કોડને સ્કેન કરવાથી લોકોના મોબાઈલમાં સીધું એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં લોકોએ પોતાની વિગતો ભરીને પક્ષ સાથે જોડાવવાનું રહેશે અને તેઓ પક્ષ માટે શું સેવા આપી શકે છે તેની પણ વિગત આપવાની રહેશે, જેથી ભવિષ્યમાં જવાબદારીઓની વહેંચણી સુવ્યવસ્થિત રીતે થઈ શકે. તેઓએ ઓ.બી.સી. સમાજને અપીલ કરી હતી કે જો તેઓ મનમાં ગાંઠ વાળી લે, તો તેમને થતા અન્યાયને દૂર કરતા કોઈ રોકી શકશે નહીં. હાલ વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈને જીતવા માટે સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે. 53% વસ્તી અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મહેશ રાજપુતે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસતિ કુલ વસતિના 53 ટકાથી પણ વધુ છે, જેમાં અંદાજે 146 જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. 1931 માં છેલ્લી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યારેય સત્તાવાર આંકડા જાહેર થયા નથી. કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે રાજ્યમાં ફરીથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે જેથી 53 ટકા વસ્તીને તેમનો વાસ્તવિક અધિકાર મળી શકે છે. સરકારી નોકરીઓ અને અનામતમાં અન્યાયના આક્ષેપો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, માંગવાથી ભીખ મળે છે, અધિકાર તો ઝૂંટવીને લેવા પડે છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં હાલ 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે, છતાં નવી ભરતી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા અપનાવવામાં આવતી 'આઉટ સોર્સિંગ' નીતિને કારણે અનામતની જગ્યાઓ ભરાતી નથી, જેનો સીધો ગેરલાભ ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને થઈ રહ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં ખાલી પડેલી અંદાજે 4 લાખ નોકરીઓની જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી થાય અને યુવક-યુવતીઓનું થતું શોષણ બંધ કરવામાં આવે. રાજકીય પરિવર્તનના સંકેતો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની શાસન વ્યવસ્થામાં સમાનતાનો અભાવ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપ દ્વારા વિવિધ સમાજોની અવગણના કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ સજ્જડ વિરોધ કરશે. તેમણે એક ચોંકાવનારું વિધાન કરતા કહ્યું હતું કે, જો ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી બદલાય તો નવાઈ પામવા જેવું નથી. વધુમાં, તેમણે પરસોત્તમ સોલંકી દ્વારા અગાઉ કરવામાં આવેલી પોતાની માંગણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાનું સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ અભિયાન દ્વારા સંદેશ આપ્યો છે કે તેઓ આગામી સમયમાં પછાત વર્ગના હક્કો માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઓબીસીનાં હક્કની લડાઈ ક્યારે અને કેવી રીતે લડવામાં આવશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    બોટાદની દાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ:'મોરપીંછ 2026' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપ્યા, ઇનામ વિતરણ થયું
    Next Article
    હિંમતનગરમાં કાર-બાઈક અકસ્માત CCTVમાં કેદ:ઓવરસ્પીડ બાઈકચાલકે ટક્કર મારતાં બંને વાહનને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment