Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ:સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન–2026નો પ્રારંભ, 9 ઓગસ્ટ સુધી જનતા માટે ખુલ્લું રહેશે પ્રદર્શન

    23 hours ago

    રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે નાબાર્ડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન–2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હોટલ શિવ ઇન્ટરનેશનલ ખાતે યોજાયેલા ત્રણ દિવસીય આ પ્રદર્શનનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર અને જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાબાર્ડના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને રાજ્યભરના કારીગરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વોકલ ફોર લોકલ અભિયાનને મળશે વધુ વેગ પ્રાસંગિક સંબોધનમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને નાબાર્ડના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય કારીગરો, સ્વ-સહાય જૂથો અને ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને નવી તકો મળી રહી છે. આવા આયોજનોથી સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર મળે છે અને વડાપ્રધાનના 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને વધુ મજબૂતી મળે છે. તેમણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને આવા મેળાઓમાં ભાગ લેવા અપીલ કરી હતી. આ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન તા.9 ઓગસ્ટ, 2026 સુધી સુરેન્દ્રનગરની હોટલ શિવ ઇન્ટરનેશનલ ખાતે દરરોજ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી આમ જનતા માટે ખુલ્લું રહેશે. કારીગરોને બજાર અને વિકાસની નવી તક જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતની હેન્ડલૂમ અને હસ્તકલાની પરંપરા દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. આવા પ્રદર્શનો કારીગરોને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરવાની, નવા ગ્રાહકો સુધી પહોંચવાની અને બજાર સાથે સીધા જોડાવાની મહત્વપૂર્ણ તક આપે છે. તેમણે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરીને પરંપરાગત કળાને નવી પેઢી સુધી પહોંચાડવા કારીગરોને અનુરોધ કર્યો હતો. પટોળા સહિત GI ટેગ ધરાવતી કૃતિઓ મુખ્ય આકર્ષણ પ્રદર્શનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા પટોળા, હસ્તકલાની વિવિધ કૃતિઓ, વણાટકામ, બ્લોક પ્રિન્ટિંગ અને GI ટેગ ધરાવતી વિશિષ્ટ બનાવટો પ્રદર્શિત કરવામાં આવી છે. ગ્રાહકો કોઈ પણ વચેટિયા વિના સીધા કારીગરો પાસેથી ખરીદી કરી શકશે. ઉપરાંત સ્વ-સહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, બેંકો અને સરકારી વિભાગો દ્વારા માર્કેટ લિંકેજ, નાણાકીય સહાય, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ઈકો કારમાં દારૂની હેરાફેરી:નવસારી LCBએ દમણથી સુરત જતી કારનો પીછો કરતાં ચાલક ગાડી મૂકી ફરાર, 730 બોટલ વિદેશી દારૂ અને વોડકા જપ્ત
    Next Article
    સ્કૂલમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટેનો સંકલ્પ:CPએ કહ્યું: સ્કૂલ કેમ્પસને 'નશામુક્ત રાખીએ, આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે, પોલીસને માહિતી આપો, વડોદરાને સંપૂર્ણ 'નશામુક્ત શહેર' બનાવીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment