Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા દૂર થશે:દાણાપીઠમાં રૂ.52.92 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર, 15 દિવસમાં લોકાર્પણની શક્યતા

    6 hours ago

    અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી રહેતી પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે દાણાપીઠ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 80 વર્ષ જૂના દાણાપીઠ ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સને તોડીને રૂ.52.92 કરોડના ખર્ચે નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર્સ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. હાલ પાંચ માળના ફાયર સ્ટેશનના બિલ્ડિંગમાં ફાયર ઇક્વિપમેન્ટના પાઇપ ફિટિંગની કામગીરી અને BU પરમિશન સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને એક ડિસેમ્બરની આસપાસ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ફાયર સ્ટેશનમાં કંટ્રોલ રૂમથી લઈને મ્યુઝિયમ સુધીની સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5253.40 ચોરસ મીટરના પ્લોટમાં કુલ 19827.31 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા ધરાવતું નવું દાણાપીઠ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ચીફ ફાયર ઓફિસ, રિસેપ્શન, જુનિયર સ્ટાફ ઓફિસ, કંટ્રોલ રૂમ, મલ્ટીપર્પઝ હોલ, ઇક્વિપમેન્ટ મ્યુઝિયમ, સિનિયર અને જુનિયર ઓફિસરોની કેબિન તેમજ જિમ્નેશિયમ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત, ફાયર વિભાગનાં પાંચ મોટાં વાહનો માટે ગેરેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 303 કાર અને 222 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે કોટ વિસ્તારમાં વાહન પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશનની સાથે જ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બેઝમેન્ટ સહિતના આ પાર્કિંગમાં કુલ 303 ફોર-વ્હીલર અને 222 ટુ-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે. આ પાર્કિંગ શરૂ થતાં દાણાપીઠ અને આસપાસના કોટ વિસ્તારના નાગરિકો તથા વેપારીઓને વાહન પાર્કિંગની સમસ્યામાંથી મોટી રાહત મળવાની શક્યતા છે. સ્ટાફ માટે 31 નવા ક્વાર્ટર્સ બનાવાયા આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની રેસિડેન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ પણ બનાવવામાં આવી છે. તેમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે 25 એક બેડરૂમ હોલ કિચન (1-BHK), ચાર બે બેડરૂમ હોલ કિચન (2-BHK) અને બે ત્રણ બેડરૂમ હોલ કિચન (3-BHK) મળીને કુલ 31 ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. હેરિટેજ નિયમોને કારણે કામગીરીમાં વિલંબ થયો આ પ્રોજેક્ટની કામગીરી સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીને રૂ.52.92 કરોડના ટેન્ડરથી સોંપવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022માં વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો અને આયોજન મુજબ સપ્ટેમ્બર 2024માં કામગીરી પૂર્ણ કરવાની હતી. જોકે, શરૂઆતમાં પ્લોટમાંથી પસાર થતી વીજલાઈનો શિફ્ટ કરવા તેમજ જૂના પાયા અને ઝાડ દૂર કરવામાં સમય લાગ્યો હતો. ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સિટીના નિયમો અનુસાર CEPTના હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) રિપોર્ટ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC) અને યુનેસ્કોના સૂચનોને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગના ફસાડ, રંગ અને CNC કટિંગ જાળીની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ કારણોસર પ્રોજેક્ટની સમયમર્યાદા લંબાઈ હતી. ડિસેમ્બરથી નાગરિકો માટે શરૂ થવાની શક્યતા તમામ અડચણો દૂર થયા બાદ હવે દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી પૂર્ણ થઈ છે. હાલ BU પરમિશન સહિતની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક ડિસેમ્બરની આસપાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટ શરૂ થતાં કોટ વિસ્તારની પાર્કિંગ સમસ્યામાં રાહત મળવાની સાથે ફાયર વિભાગને પણ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ફ્લુએન્સરના ઘરમાં ઘૂસવા પર યુવકની મારપીટ, મોત:એકતરફી પ્રેમમાં ચેન્નઈથી દિલ્હી આવ્યો હતો; યુટ્યુબરના 29 લાખ ફોલોઅર્સ, પિતા-પડોશીની ધરપકડ
    Next Article
    અસારવા-ખેડબ્રહ્મા રૂટ પર મુસાફરી કરનારાઓ ખાસ વાંચે:આગામી 23 નવેમ્બરથી બદલાશે ટ્રેનોનું ટાઈમટેબલ, અસારવા-હિંમતનગર ટ્રેનના મુસાફરોને 40 મિનિટની બચત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment