Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ખેડબ્રહ્મા રૂટ પર મુસાફરી કરનારાઓ ખાસ વાંચે:આગામી 23 નવેમ્બરથી બદલાશે ટ્રેનોનું ટાઈમટેબલ, અસારવા-હિંમતનગર ટ્રેનના મુસાફરોને 40 મિનિટની બચત થશે

    6 hours ago

    પશ્ચિમ રેલવે દ્વારા અસારવા–હિંમતનગર અને અસારવા–ખેડબ્રહ્મા રૂટ પર દોડતી ચાર મેમૂ (MEMU) ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમય આગામી 23 નવેમ્બરથી અમલમાં આવશે. રેલવેના આ નિર્ણયથી સવારની બંને મેમૂ ટ્રેનો 5થી 10 મિનિટ વહેલી ઉપડશે અને વહેલી પહોંચશે, જ્યારે સાંજની અસારવા–હિંમતનગર મેમૂ ટ્રેનના મુસાફરોને અંદાજે 40 મિનિટ જેટલા સમયની બચત થશે. સવારની બંને મેમૂ ટ્રેનો વહેલી ઉપડશે અને વહેલી અસારવા પહોંચશે હિંમતનગર–અસારવા મેમૂ: આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ હિંમતનગર સ્ટેશનથી અગાઉ સવારે 6.10 વાગ્યાના બદલે હવે 10 મિનિટ વહેલી એટલે કે સવારે 6 વાગ્યે ઉપડશે. આ ટ્રેન રખિયાલ સ્ટેશને સવારે 6.54 વાગ્યે, નરોડા સ્ટેશને સવારે 7.34 વાગ્યે અને અસારવા સ્ટેશને અગાઉ 8.10 વાગ્યાના બદલે હવે સવારે 8 વાગ્યે પહોંચશે. ખેડબ્રહ્મા–અસારવા મેમૂ: આ ટ્રેન ખેડબ્રહ્મા સ્ટેશનથી અગાઉ સવારે 6.45 વાગ્યાના બદલે હવે ૫ મિનિટ વહેલી એટલે કે સવારે 6.40 વાગ્યે ઉપડશે. તે રખિયાલ સ્ટેશને સવારે ૮:૨૨ વાગ્યે, નરોડા સ્ટેશને સવારે 8.59 વાગ્યે અને અસારવા સ્ટેશને અગાઉ 9.30 વાગ્યાના બદલે હવે સવારે 9.25 વાગ્યે પહોંચશે. સાંજની અસારવા–હિંમતનગર મેમૂ ૧૫ મિનિટ વહેલી ઉપડી ૪૦ મિનિટ વહેલી પહોંચાડશે સંક્ષિપ્ત સમયપત્રક (23 નવેમ્બરથી અમલી) ટ્રેનોના અન્ય સ્ટોપેજ, ચોક્કસ સમય અને કોચ અંગેની વિસ્તૃત માહિતી મેળવવા માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા દૂર થશે:દાણાપીઠમાં રૂ.52.92 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર, 15 દિવસમાં લોકાર્પણની શક્યતા
    Next Article
    Junagadh Corporation News | જૂનાગઢ મનપાની કામગીરી સામે સવાલ |Gujarat|Gujarati News| News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment