Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવે દ્વારકા-ડાકોર-શામળાજીમાં ભક્તિનો મહાસાગર:મંગળા આરતી પછી શામળિયાનો પંચામૃત અભિષેક; વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા

    7 hours ago

    આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા, ડાકોર અને શામળાજી સહિત સમગ્ર રાજ્યના હરિધામોમાં ભવ્ય મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી જ શામળાજી ખાતે મંગળા આરતી, પંચામૃત અભિષેક અને જળાભિષેક સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. દ્વારકામાં ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવા સહિત શામળાજીમાં 100થી વધુ મટકી ફોડ કાર્યક્રમો અને ડાકોરમાં દ્વારકા જેવા અદ્ભુત માહોલ વચ્ચે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને તમામ યાત્રાધામોમાં તંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય અને પાર્કિંગની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવસભર ચાલનારા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ મનોરથો વચ્ચે હવે તમામ ભક્તો રાત્રિના સમયની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બરાબર મધરાતે 12 વાગ્યે કાનુડાનો જન્મ થશે, જે ક્ષણે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસરો ગુંજી ઊઠશે. મધરાતે જન્મની વિશેષ વિધિ પૂર્ણ થયા બાદ ભક્તોને ભગવાન બાળસ્વરૂપના આકર્ષક શણગાર અને ઝાંખીના દર્શનનો લાભ મળશે, જેના માટે સમગ્ર કૃષ્ણનગરીઓ શ્રદ્ધા અને ઉત્સાહના અનોખા રંગે રંગાઈ ગઈ છે. ગ્રાફિક્સથી સમજો કૃષ્ણજન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ
    Click here to Read More
    Previous Article
    રાજકોટ લોકમેળાના બીજા દિવસનો આકાશી નજારો:રાઇડસોની રંગબેરંગી લાઈટોએ ચાર ચાંદ લગાવ્યા, બે દિવસમાં બે લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી
    Next Article
    જામનગરના નેપાળી પરિવારોએ નેપાળ પૂરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી:મીણબત્તી પ્રગટાવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, ભારતનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment